હોમ લોનના વ્યાજની ૧.૫૦ લાખની છૂટ ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી લંબાવાઇ

0
27
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧

નાણામંત્રી નિર્મલા સીતારમણ કોરોના કાળમાં પ્રથમ બજેટ રજૂ કર્યુ હતું. આશરે બે કલાક જેટલા બજેટ ભાષણમાં કોઇ ખાસ જાહેરાતો કરવામાં આવી નહોતી.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના સામાન્ય બજેટમાં હોમ લોનના વ્યાજ પર મળતી રાહત અંગે મોટી જાહેરાત કરી હતી. નિર્મલા સીતારામને ગયા વર્ષે એફોર્ડેબલ હાઉસિંગનો લાભ લેનારા લોકોને હોમ લોનના વ્યાજની ૧.૫૦ લાખ રૂપિયાની રકમને આવકવેરામાંથી બાદ આપવો નિર્ણય લીધો હતો. બે લાખ રૂપિયા સૂધીના હોમ લોનના વ્યાજને મળતી મુક્તિ મર્યાદા સિવાય વધારાનો આ લાભ હતો. આ યોજનાનો લાભ ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી લંબાવાયો છે. મતલબ કે, એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ હેઠળ વધારાનો ૧.૫૦ લાખ વધુ એક વર્ષ સુધી મળશે.

હવે છેલ્લા ત્રણ વર્ષના રિટર્નનું જ એસેસમેન્ટ કરી શકાશે

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના સામાન્ય બજેટમાં આવકવેરા અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેર કર્યું કે, હાલમાં આવકવેરા ખાતાની જોગવાઈ પ્રમાણે છેલ્લાં છ વર્ષ સુધીનાં રીટર્ન એસેસમેન્ટ માટે ખોલી શકાય છે પણ નવી જોગવાઈ પ્રમાણે હવે છેલ્લા ૩ વર્ષનાં રીટર્નનું જ એસેસમેન્ટ કરી શકાશે. તેના કારણે સામાન્ય કરદાતાને તકલીફ ઘટશે.

આ ઉપરાંત ૭૫ વર્ષ કરતાં વધારે વયના સીનિયર સિટિઝન્સને આવકવેરા રીટર્ન ભરવામાંથી મુક્તિ આપી છે. જો કે આ લાભ એવા સીનિયર સિટિઝન્સને જ મળશે કે જેમને પેન્શન તથા વ્યાજની આવક હશે તેમને જ આ લાભ મળશે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, દેશ આઝાદીનાં ૭૫ વર્ષ ઉજવવા જઈ રહ્યું છે ત્યારે ૭૫ વર્ષ કરતાં વધારે વયના સીનિયર સિટિઝન્સને આ પ્રસંગે આવકવેરાની પ્રક્રિયામાંથી મુક્તિ આપવા આ નિર્ણય લેવાયો છે.

સ્ટાર્ટઅપને વેગ મળશેઃ હવે એક વ્યક્તિ પણ કંપની ખોલી શકશે

સાંસદમાં રજૂ થયેલ બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે સામાન્ય માણસ માટે પોતાની કંપની શરૂ કરવાનું સપનું પુરૂ કરવા અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કંપની ખોલવાના નિયમોમાં હળવાશ આપતા નાણામંત્રીએ બજેટ સ્પીચમાં એલાન કર્યું છે કે, ભારત સરકાર એક વ્યક્તિ કંપનીના સમાવેશની મંજૂરી આપે છે, સ્ટાર્ટ-અપ્સ માટે આ એક મોટો પ્રોત્સાહન હશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here