હોંગકોંગમાં એક શખ્સે રસ્તા પર ફ્રિજ મૂકી દીધું

0
21
Share
Share

ફ્રિજમાં  ખાવા-પીવાની અને ફ્રૂટ સહિતની વસ્તુઓ મુકાઈ છે જે જરૂર હોય એ લઈ શકાય છે, ફ્રિજ ૨૪ કલાક ભરેલું

હોંગકોંગ, તા. ૨૬

કોરોના વાયરસે ઘણાં લોકોનું જીવન બદલી નાખ્યું છે, આવામાં ઘણાં પરિવારોમાં ખાવાના પણ ફાંફા પડી ગયા છે. આવું માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરના દેશોમાં જોવા મળી રહ્યું છે. આવી કપરી સ્થિતિમાં ઘણાં વ્યક્તિઓ મદદ માટે આગળ પણ આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો હોંગ કોંગનો સામે આવ્યો છે કે જેમાં એક વ્યક્તિ જાહેર જનતા માટે રસ્તા પર ફ્રીજ ગોઠવ્યું છે, જેમાં ખાવા-પીવાની અને ફ્રૂટ સહિતની વસ્તુઓ ગોઠવી હોવાનું માનવામાં આવે છે. એક અક્ષયપાત્રની જેમ આ ફ્રીજમાં ૨૪ કલાક સામાન ભરેલો રહે અને લોકોને મદદ મળી રહે તે માટેનું ધ્યાન પણ રાખવામાં આવે છે.

જરુરિયાતમંદ વ્યક્તિને પોતાને જરુરી ખાવાની વસ્તુઓ મફતમાં અને તે પણ એકદમ સારી સ્થિતિમાં મળી રહે તે માટેનો વિચાર અહમેન ખાન નામના વ્યક્તિને આવ્યો છે, અને તેમણે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી છે. અહમેને જ્યાં ફ્રીજ મુખ્યું છે તે જ માર્ગ પર તેમનું સ્પોર્ટ્‌સ ફાઉન્ડેશન આવેલું છે. તેમણે એક ફિલ્મ જોઈ હતી જેમાં આ રીતે લોકોની મદદ કરવા માટે ફ્રીજ ગોઠવવામાં આવ્યું હતું. આ જોઈને તેમને પોતાને પણ આ જ રીતે લોકોની સેવા કરવાનો વિચાર આવ્યો.

અહમેન ખાન દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે તે હોકી એકેડમીની બહારની તરફ વૂનસંગ સ્ટ્રીટ પર છે, આ વિસ્તાર અલગ-અલગ ફેમશ રેસ્ટોરાં અને સ્વાદિષ્ટ ફૂડ માટે પણ ઘણી જ જાણીતી છે.

અહીં મૂકવામાં આવેલું ફ્રીજ વાદળી કલરથી રંગવામાં આવ્યું છે અને તેના દરવાજા પર લખાણ લખવામાં આવ્યું છે કે, ગીવ વોટ યુ કેન ગીવ, ટેક વોટ યુ નિડ ટૂ ટેક, એટલે કે અહીં તમે જે મૂકવા માગતા હોય તે મૂકી શકો છો, તમારે જેની જરુર હોય તે લઈ શકો છો. આ ફ્રીજમાં બિસ્કિટ, ફૂડ ટીન્સ, ઈન્સ્ટન્ટ નૂડલ્સ અને અન્યા ખાવાની વસ્તુઓ મૂકવામાં આવી છે, આ સાથે અહીં ટોવેલ અને મોજા પણ મૂકવામાં આવ્યા છે. અહમેન દ્વારા હોંગ કોંગમાં શરુ કરાયેલા સેવા કાર્યની દુનિયાભરમાં પ્રશંસા કરવામાં આવી રહી છે. આ સાથે સોશિયલ મીડિયા પર પણ તેમના કામના ભારે વખાણ થઈ રહ્યા છે સાથે લોકો તેમના માથી સેવા કાર્ય કરવાની પ્રેરણા મળી રહી હોવાનું પણ જણાવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here