હે..રામ… કળીયુગની માતા પોતાના નવજાત બાળકને કડકડતી ઠંડીમાં છોડી ગઈ

0
15
Share
Share

પોશીના,તા.૧૨
પોશીનાના ગણવા (ઉદાતફળો)ના દાણીભાઈ સોમાભાઈ ધ્રાંગી સોમવાર સવારે આઠેક વાગ્યે ખેતરમાં જતાં ખેતરની બાજુમાં આવેલ બાવળની ઝાડીઓમાંથી બાળકનો રડવાનો અવાજ સાંભળાતા જોવા ગયા હતા અને તરત જ ૧૦૮ ને કોલ કરી જાણ કરી હતી. ખેરોજ ૧૦૮ના ઇએમટી હરેશભાઇ કડીયા અને ઇએમટી ગીતાબેન ગણવા પહોંચી ગયા હતા.
બાળકને હાથમાં લેતા જ ઠંડુ પડી ગયુ હતુ અને તેના શરીર પર પુષ્કળ ઉઝરડા અને કાંટા વાગેલા હતા. કેટલીક જગ્યાએથી લોહી વહી રહ્યુ હતું. બાળકને સારવાર આપતા આપતા લાંબડીયા સીએચસી લઇ ગયા હતા અને ત્યારબાદ બાળકને હિંમતનગર સિવિલમાં ખસેડાયુ હતું. નવજાત છોકરો છે અને નાળ પણ કાપેલ ન હતી તેનો મતલબ એ થાય છે કે પ્રસૂતિ ઘેર જ થઇ હોય અને કૂકર્મીના પાપને છૂપાવવા માતાને મજબૂર બનવુ પડ્યુ હોય પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.૧૦૮ ના ડિસ્ટ્રિક્ટ મેનેજર રાહુલભાઈએ જણાવ્યું કે હાલ બાળક સલામત છે અને હિંમતનગર સિવિલમાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here