‘હેલ્લારો’ની ભવ્ય સફળતા કાન્સ ફેસ્ટિવલ માટે પસંદગી

0
19
Share
Share

મુંબઈ, તા. ૨૩

દેશના સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કાન્સ ફિલ્મ માર્કેટ ૨૦૨૦માં ભારતીય પેવેલિયન (મંડપ)નું ઓનલાઈન ઉદ્‌ઘાટન કર્યું હતું. જેમાં પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, સરકારે દેશમાં ઈન્ટરનેશનલ ફિલ્મોના શૂટિંગ માટે જલદી અને સરળતાથી અનુમતિ આપવા માટે ફિલ્મ સુવિધા કેન્દ્રની પહેલ કરી છે. તેમણે વૈશ્વિક ફિલ્મ નિર્માતાઓ સાથે ભારતમાં ફિલ્મોનું શૂટિંગ કરવા અને વૈશ્વિક બજાર માટે ફિલ્મો બનાવવાની વાત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ વર્ષે કાન્સમાં ભારત તરફથી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ અને મરાઠી ફિલ્મ ‘માઈ ઘાટ’ ને મોકલવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતીય સિનેમાની તાકાત એ તેનું રિચ કન્ટેન્ટ છે. જેની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થાય છે. મને વિશ્વાસ છે કે કાન્સમાં ભારત તરફથી જે બે ફિલ્મો, ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ અને મરાઠી ફિલ્મ ‘માઈ ઘાટ’ પ્રતિનિધિત્વ કરી રહી છે તેને સારો પ્રતિસાદ મળશે. અહીં નોંધનીય છે કે ગુજરાતી ફિલ્મ હેલ્લારોને શ્રેષ્ઠ નેશનલ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ‘હેલ્લારો’ના ફિલ્મ ડિરેક્ટર અભિષેખ શાહે જણાવ્યું હતું કે, ફિલ્મ ‘હેલ્લારો’નું વધુ એક સિલેકશન અમારા માટે ખુશીની વાત છે. આ સિલેકશન છે તે ફ્રેન્ચ ભાષાની … (પ્રોડક્શન માર્કેટ)માં થયું છે. પહેલા આ ફેસ્ટિવલમાં સમગ્ર ટીમ હાજરી આપવાની હતી પરંતુ કોરોના મહામારીના કારણે આ ફેસ્ટિવલ ઓનલાઈન યોજાઈ રહ્યો છે. નોંધનીય છે કે, પ્રતિષ્ઠિત ફિલ્મ સમારોહમાંથી એક એવા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન પહેલા જ થવાનું હતું. પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં લેતા આ ફેસ્ટિવલનું આયોજન ટાળવામાં આવ્યું છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here