હેયર કેયર : મામલે સાવચેતી જરૂરી હોય છે

0
20
Share
Share

વાળ મજબુત રહી શકે પણ

આધુનિક ભાગદોડની લાઇફમાં લોકો પાસે પોતાની કાળજી લેવાનો પણ સમય નથી. આવી સ્થિતીમાં વાળ ખરી જવાની સમસ્યા તમામ લોકોમાં જોવા મળે છે. વાળ મજબુત કરવા અને ખરતા વાળને રોકવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરે છે. વાળ જતા રહેવાની સ્થિતિમાં વાળ સાથે સંબંધિત ટ્રિટમેન્ટ કરવામાં આવે છે. આવી સ્થિતીમાં પહેલાથી જ  કેટલીક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તો આ સમસ્યાથી દુર રહી શકાય છે. ભોજનમાં સોયાબીન, દાળ  અને દુધનો ઉપયોગ વધારે કરવાથી વાળ મજબુત થાય છે. વાળ ચમકદાર અને મજબુત દેખાય છે તો તેને હેલ્થી હેયર કહેવામાં આવે છે. વાળ ખરી પડવા અને તુટી જવા માટેના કેટલાક કારણો હોય છ. પહેલુ કારણ તો શરીરમાં પૌષક તત્વોની કમી હોવાની સ્થિતીમાં આવુ થાય  છે. બીજુ કારણ વાળની સાથે ઝડપથી થઇ રહેલા પ્રયોગો હોય છે. જેમાં કલરિંગની સાથે સાથે સારા લુક આપવા માટે મશીનોનો ઉપયોગ સામેલ છે. એક દિવસમાં જો ૧૦૦ વાળ ખરી રહ્યા છે તો પણ ચિંતા કરવા માટેની કોઇ જરૂર નથી. આ એવા વાળ હોય છે જેમની વય પૂર્ણ થઇ ગયેલી હોય છે. તેમના તુટી જવાથી નવા વાળ આવતા રહે છે. હાડકા જેટલા મજબુત હોય છે તેટલા જ વાળ પણ મજબુત રહે છે. વાળને સ્વસ્થ રાખવા માટે દાળ, સોયાબીન, પનીર, દુધ ફળ અને શાકભાજી પુરતા પ્રમાણમાં ઉપયોગ કરવી જોઇએ. મીટ અને ઇંડા પણ વાળને ચમકદાર અને મજબુત રાખવામાં ભૂમિકા અદા કરે છે. નિયમિત મસાજના કારણે પણ વાળ મજબુત રહે છે. જુદા જુદા અભ્યાસમાં આ બાબત સાબિત થઇ ચુકી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here