હેતલ સાટોડીયાએ મેળવ્યો બેસ્ટ એનએસએસ વોલંટીયર્સ એવોર્ડ

0
27
Share
Share

એનએસએસના તમામ એવોર્ડ રાજકોટની કણસાગરા કોલેજે મેળવ્યા

રાજકોટ, તા.૨૦

રાજ્યકક્ષાનો બેસ્ટ કોલેજનો એવોર્ડ મેળવ્યા બાદ કણસાગરા કોલેજના એનએસએસ વોલંટીયર હેતલ સાટોડીયા (ટી.વાય.બી.એ.)ને રાજ્યકક્ષાનો એનએસએસ બેસ્ટ વોલંટીયરનો એવોર્ડ પ્રાપ્ત થતા કોલેજની યશકલગીમાં વધુ એક સિઘ્ધિનો ઉમેરો થયો છે. તા.૨૪ મી સપ્ટેમ્બરના રોજ એનએસએસ સ્થાપના દિવસ પ્રસંગે આ એવોર્ડ ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ.

આ પહેલા એનએસએ બેસ્ટ પ્રોગ્રામ ઓફીસરનો એવોર્ડ પ્રાપ્ત થયેલ અને બેસ્ટ એનએસએસ યુનીટનો એવોર્ડ પણ સૌ.યુનિ. દ્વારા કણસાગરા કોલેજે મેળવ્યો છે. આમ એનએસએસના તમામ ત્રણેય મુખ્ય એવોર્ડ કોલેજના એનએસએસ વિભાગે પ્રાપ્ત કરી સંસ્થાનુ ગૌરવ વધાર્યુ છે. હેતલ સાટોડીયાએ એનએસએસમાં સતત ત્રણ વર્ષ સુધી એનએસએસના તમામ સેવાકાર્યો અને સરકારના વિવિધ અભિયાનને જનજન સુધી પહોંચાડવા ઉપરાંત એનએસએસની ૭ દિવસના ૩ સ્પે. કેમ્પ કરેલ છે. આ ઉપરાંત ત્રણ વર્ષ દરમ્યાન આયોજીત ઝોનલ કેમપ, રાજ્યસ્તરીય અને નેશનલ ઈન્ટીગ્રેશન કેમ્પ અને નેશનલ લેવલના એનએસએસ ડે સેલીબ્રેસશનમાં પણ ગુજરાત રાજ્યનુ પ્રતિનિધિત્વ કરવા બદલ તેમને આ એવોર્ડ પ્રાપ્ત થાય છે.

તેમની આ સિઘ્ધિ બદલ કોલેજના પ્રિ.ડો.આર.આર.કાલરીયા, એનએસએસ પ્રોગ્રામ ઓફીસર ડો.યશવંત ગોસ્વામી અને ડો.આર.સી.પરમાર ઉપરાંત કોલેજના અઘ્યાપકોએ અભિનંદન પાઠવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here