હેટ સ્પીચ વિવાદઃ ફેસબુક ઈન્ડિયાની પલ્બિક પોલિસી ડાયરેક્ટર સામે રાયપુરમાં કેસ

0
19
Share
Share

મુંબઇ,તા.૧૮

ફેસબુક ઈન્ડિયા અને સાઉથ-સેન્ટ્રલ એશિયાની પબ્લિક પોલિસી ડાયરક્ટર અંખી દાસ સામે રાયપુરમાં કેસ નોંધાયો છે. એફઆઇઆરમાં દાસ ઉપરાંત ફેસબુકના બે યુઝર્સના નામ પણ છે. ત્રણેય ઉપર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. પોલીસે મંગળવારે આ જાણકારી આપી હતી.

રાયપુરના એસપી અજય યાદવએ જણાવ્યું હતું કે આવેશ તિવારી જે પત્રકાર છે, તેની ફરીયાદના આધારે કબીર નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. એફઆઇઆરમા અંખી દાસ ઉપરાંત છત્તીસગઢના મુંગેલીમાં રહેનાર રામ સાહૂ અને ઈન્દોરના વિવેક સિન્હાનું નામ છે.

ત્રણેય સામે આઇપીસીની કલમ ૨૯૫(એ), ૫૦૫(૧)(સી), ૫૦૬, ૫૦૦ અને ૩૪ અંતર્ગત કેસ નોંધાયો છે. આ કલમ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાની કોશિશ, લોકોને ઉશ્કેરવાની કોશિશ, ડરાવવા-ધમકાવવા, માનહાની અને ખોટા કામ કરવા અંગે લગાવાઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here