હું સ્વસ્થ છું, બાહુબલી છું અને બાહુબલી રહીશ, કોરોના જેવું કશું નથીઃ મધુ શ્રીવાસ્તવ

0
29
Share
Share

વડોદરા,તા.૦૩

વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના થયો છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે. ત્યારે સોશિયલ મીડિયામાં તેમનો એક વીડિયો વાયરલ થયો છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં તેઓ બોલી રહ્યા છે કે હું બાહુબલી છું અને રહીશ. કોરોના જેવું કશું નથી, બધાએ લડવાનું છે. આ વીડિયો બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. એકબાજુ રાજ્યમાં કોરોના વાયરસ લોકોને હચમચાવી રહ્યો છે, ત્યારે એક ધારાસભ્ય તરીકે તેમનો આ વીડિયોમાં તેઓ જે કહી રહ્યા છે તે કેટલું ઉચિત છે.

વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમનો એક વીડિયો વાયરલ થયો છે. મધુ શ્રીવાસ્તવનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વીડિયોમાં મધુ શ્રીવાસ્તવ જણાવી રહ્યા છે કે હું સ્વચ્છ છું, બાહુબલી છું અને બાહુબલી રહીશ. મધુ શ્રીવાસ્તવ વીડિયોમાં રીતસર બાહુબળ બતાવતા હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. તેઓ વીડિયોમાં એવું પણ બોલી રહ્યા છે કે, કોરોના જેવું કશું છે જ નહીં, આપણે સૌએ લડવાનું જ રહ્યું તો જ કોરોનાનો ભ્રમ ભાગશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના થયો હતો. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મધુ શ્રીવાસ્તવના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તાજેતરમાં તેમનાં પીએનું પણ કોરોનાને લીધે મૃત્યુ થયું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here