હું સુશાંતનું ઉદહારણ આપતી- રાધિકા મદાન

0
50
Share
Share

લોકો કહેતા બોલિવૂડમાં ન જા

મુંબઈ, તા. ૨૯

ઈરફાન ખાનની છેલ્લી ફિલ્મ અંગ્રેજી મીડિયમ માં તેની દીકરીનો રોલ અદા કરનારી રાધિકા મદાનએ સુશાંત સિંહને યાદ કરતાં પોસ્ટ લખી છે. રાધિકા કલર્સ પરનાં પોપ્યુલર શો મેરી આશિકી તુમસે હીથી ઘર ઘરમાં જાણીતી થઈ હતી. સુશાંતને યાદ કરતાં રાધિકાએ કહ્યું હતું કે તે ફિલ્મમાં આવી તે પહેલાં દરેકને સુશાંતનું ઉદાહરણ આપતી હતી.

રાધિકાએ જણાવ્યું હતું કે, ’સુશાંતે તેને પ્રેરણા આપી છે. હું ટીવીમાંથી બોલિવૂડમાં આવી, કારણ કે સુશાંતે આને શક્ય બનાવ્યું હતું. મને હંમેશાં કહેવામાં આવતું કે ટીવી સાથે જ જોડાયેલા રહો, કારણ કે ટીવી એક્ટરને કોઈ લેતું નથી. આવા સમયે હું બધાને સુશાંતનું ઉદાહરણ આપતી હતી. હું તેમને તેમના કામ માટે યાદ રાખીશ.’

નેપોટિઝ્‌મ, અને ઇન્ડસ્ટ્રીમાં ગ્રુપિઝ્‌મ પર રાધિકાએ કહ્યું હતું, ’ટીવી એક્ટ્રેસ હોવાને કારણે નહીં પરંતુ આ ઈન્ડસ્ટ્રીના ના હોવાને કારણે આ સફર મુશ્કેલ રહી હતી. અમારે સહન કરવું પડે છે. મારુંં માનવું છે કે હું ૨૦૦ ટકા આપીશ છતાંય કોઈ રોલ સ્ટારકીડને જ આપવામાં આવશે. હું હંમેશાં ઓડિશન આપવા માટે વિનંતી કરું છું. મારું કામ બેસ્ટ આપવાનો પ્રયાસ કરું છું.’

રાધિકા મદને વર્ષ ૨૦૧૪માં કલર્સ ચેનલના શો ’મેરી આશિકી તુમસે હી’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. ચાર વર્ષ બાદ તેણે ૨૦૧૮માં ’પટાખા’થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. ’મર્દ કો દર્દ નહીં હોતા’ તથા ’અંગ્રેજી મીડિયમ’માં તેની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતાં. રાધિકા હવે ફિલ્મ ’શિદ્દત’માં જોવા મળશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here