હું માસ્ક પહેરીશ અને લોકોને પણ અપીલ કરીશઃ નરોત્તમ મિશ્રાનો યૂટર્ન

0
25
Share
Share

ભોપાલ,તા.૨૪

મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ માસ્ક ન પહેરવાના પોતાના નિવેદન પર માફી માગી છે. તેમણે ટ્‌વીટર પર કહ્યું કે, માસ્ક પહેરવા માટેના મારા નિવેદનથી કાયદાનો ભંગ થયો હોવાનો અહેસાસ થાય છે. મારું નિવેદન આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાવના અનુરૂપ નહતું. હું પોતાની ભૂલ સ્વીકારતા દુઃખ પ્રગટ કરું છું. હું પોતે પણ માસ્ક પહેરીશ અને સમાજને પણ માસ્ક પહેરવા માટેની અપીલ કરીશ કે તેઓ માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન કરે.

અન્ય એક ટ્‌વીટમાં નરોત્તમ મિશ્રાએ લખ્યું કે, માસ્ક વિશે મારું નિવેદન સંપૂર્ણ રીતે ખોટું અને આદરણીય વડાપ્રધાનની ભાવના વિરુદ્ધ હતું. પોતાના શબ્દોના કારણે મને અત્યંત દુઃખ થઈ રહ્યું છે. હું દુઃખ વ્યક્ત કરતા તમામ લોકોને માસ્ક પહેરવા માટેની અપીલ કરું છું અને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટેના નિયમોનું પાલન કરવાની અપીલ કરું છું.

બુધવારના રોજ તેમણે કહ્યું હતું કે, હું કોઈ પણ કાર્યક્રમમાં માસ્ક નહતો પહેરતો. હું માસ્ક નથી પહેરતો તો એમાં શું થઈ ગયું. છેલ્લા થોડા સમયમાં ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં છપાયેલ એક અહેવાલ પ્રમાણે વૈજ્ઞાનીકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો તમામ લોકો પૂર્ણ સતર્કતાની સાથે યોગ્ય પ્રકારના કપડામાંથી બનાવેલા માસ્ક પહેરવા. માસ્ત જ આ મહામારીમાં વેક્સીનનું કામ કરે છે. જો તમામ લોકો માસ્કનો યોગ્ય ઉપયોગ કરે તો કોરોના સંક્રમણને ફેલાતો અટકાવી શકાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here