હું ભારત સરકારને વિંનતી કરું છું કે કરણ જોહરનું પદ્મ શ્રી પાછું લેવામાં આવેઃ કંગના

0
30
Share
Share

મુંબઈ,તા.૧૮

ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ અને બેબાક અંદાજ માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌત સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી નેપોટિઝમ અને બોલિવૂડમાં જૂથવાદ વિશે સતત વાત કરી રહી છે અને સોશિયલ મીડિયા થકી પોતાના વિચાર રજૂ કરી રહી છે. આ દરમિયાન કંગના રનૌત કરણ જોહર અને મહેશ ભટ્ટ જેવા ફિલ્મમેકર્સ પર સતત શાબ્દિક પ્રહાર કરી રહી છે. ત્યારે હવે એકવાર ફરી તેને કરણ જોહરને નિશાને લીધો છે. આપને જણાવી દઈએ કે કંગના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને બેબાકીથી પોતાના વિચાર રજૂ કરે છે.

ત્યારે હવે એકવાર ફરી કંગનાએ કરણ જોહરને લઈ એક ટ્‌વીટ કર્યું છે જે ખૂબ વાયરલ થઈ રહ્યું છે. કંગનાની ટીમના ટિ્‌વટર એકાઉન્ટ પર કરણ જોહર વિરુદ્ધ ટ્‌વીટ કરી ગંભીર આરોપ લગાવ્યા કે તેણે સુશાંત સિંહ રાજપૂતનું કરિયર બરબાદ કર્યું, ઉરી હુમલાના સમયે પાકિસ્તાનને સપોર્ટ કર્યો અને સેના વિરુદ્ધ ફિલ્મો બનાવી. ટ્‌વીટ કરી કંગનાની ટીમે લખ્યું કે,‘હું ભારત સરકારને વિંનતી કરું છું કે કરણ જોહરનું પદ્મ શ્રી પાછું લેવામાં આવે. તેમણે જાહેરમાં મને ધમકી આપી અને એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર કહ્યું કે હું ઇન્ડસ્ટ્રી છોડીને જતી રહ્યું.

તેમણે સુશાંતનું કરિયર બરબાદ કર્યું, ઉરી હુમલામાં પાકિસ્તાનને સપોર્ટ કર્યો અને હવે સેના વિરુદ્ધ એક એન્ટીનેશનલ ફિલ્મ બનાવી છે.’ કંગનાની ટીમે આ ટ્‌વીટ એક અન્ય ટ્‌વીટને રિટ્‌વીટ કરીને કરી. જેમાં દાવો કરવામાં આવ્યો કે ભારતીય વાયુસેનાની પહેલી મહિલા પાયલોટ ગુંજન સક્સેના નહીં પણ શ્રીવૈદ્ય રંજન હતા. આ સાથે દાવો કરવામાં આવ્યો કે ગુંજન સક્સેનાની બાયોપિકમાં ઘણી વાસ્તવિકતાઓ સાથે ચેડા કરવામાં આવ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here