હું જેલમાં જઈશ પણ ખેડૂતો આંદોલન ચલાવશે : ટિકૈત

0
40
Share
Share

ગાઝીપુર બોર્ડર ઉપર સુરક્ષા, ખેડૂતોના પ્રતિક ઉપવાસ, અનેક રાજકીય પક્ષોના નેતાઓએ ટિકૈતની મુલાકાત લીધી

નવી દિલ્હી, તા. ૩૦

ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખીને સિંઘુ અને ગાઝીપુર બોર્ડર પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ચારે બાજુ બેરીકેટ લગાવવામાં આવ્યા છે. હાલમાં બંને સરહદો પર ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. આજે આંદોલનકારી ખેડૂત સંગઠનોએ પણ દિવસભર ઉપવાસ રાખવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, તમે આંસુઓની અસર જોઈ લીધી છે, જો હું જેલમાં જતો રહીશ તો આ ખેડૂતો આંદોલન ચલાવશે.

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ગાઝીપુર સરહદે ખેડુતોનું એકત્રીત થવું ફરી શરૂ થયું છે. એક વખત સમાપ્ત ગણાતા આંદોલન ફરી શરૂ થયું છે. શુક્રવારથી ખેડૂતોની સાથે રાજકીય પક્ષોના નેતાઓએ પણ પહોંચવાનું શરૂ કરી દીધું છે. ભારતીય ખેડૂત સંઘના નેતા રાકેશ ટિકૈતે ધરણામાં ખેડુતોના પરત ફરવા અને રાજકીય પક્ષોના નેતાઓના આગમન અંગે સ્પષ્ટપણે પોતાનો અભિપ્રાય આપ્યો. પ્રેસ કોન્ફરન્સમાં ભાવુક થયા પછી, રાકેશ ટિકૈતે કહ્યું કે તમે આંસુઓની અસર જોઇ છે. તેમણે કહ્યું કે હવે આ આંદોલન વધુ મજબૂત બનશે.

ધરણામાં આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા, જયંત ચૌધરી અને અન્ય રાજકીય પક્ષોના અગ્રણીઓની સતત મુલાકાત અંગે ટિકૈતે કહ્યું હતું કે સ્ટેજ પર કોઈને સ્થાન આપવામાં આવી રહ્યું નથી. આંદોલનને રાજકીય સ્વરૂપના પ્રશ્નના મુદ્દે ટિકૈતે કહ્યું કે શું અહીંથી કોઈને મત આપવાની અપીલ કરવામાં આવી રહી છે?

દિલ્હીમાં ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા અને કેસની નોંધણી બાદ ધરપકડના સવાલ પર રાકેશ ટિકૈતે કહ્યું હતું કે જો હું આંદોલન ચલાવીશ તો બીજા કોઈ સામે કેસ નોંધવામાં આવશે. તેમણે કહ્યું કે જેલ પણ ચાલશે અને આંદોલન પણ ચાલશે … કાયદાનું પાલન પણ કરવામાં આવશે. ધરણાની વચ્ચે ધરપકડ બાદ આંદોલનના ભાવિ વિશેના સવાલ અંગે ટિકૈતે કહ્યું હતું કે ખેડુતો આ આંદોલન ચલાવી રહ્યા છે, હું નહીં. આ આંદોલન ચાલતું રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here