હીરોની ફિલ્મ ફ્લોપ થવા પર મને ફી ઘટાડવા કહેવાતું: તાપસી પન્નું

0
30
Share
Share

મેં આ નિર્ણય લીધો કે હવે હું એ જ ફિલ્મોમાં કામ કરીશ, જેમાં મને કામ કરીને સારું ફીલ થાય : તાપસી પન્નું

મુંબઈ, તા.૨૮

એક્ટ્રેસ તાપસી પન્નુએ બોલિવૂડમાં ભેદભાવને લઈને એક મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમ્યાન તાપસીએ બોલિવૂડમાં ભેદભાવ વિશે વાત કરી. સાથે જ તાપસીએ આને લઈને પોતાનો અનુભવ શેર પણ કર્યો છે. આ દરમ્યાન તેણે જણાવ્યું કે કોઈ હીરોની અગાઉની પાછલી ફિલ્મ ફ્લોપ થવા પર મને મારી ફી ઓછી કરવા માટે કહેવામાં આવતું હતું. જેનાથી ફિલ્મનું બજેટ કંટ્રોલ કરી શકાય. ઇન્ટરવ્યૂમાં તાપસીએ કહ્યું, મારા કરિયરના શરૂઆતના ટાઈમમાં મારે ઘણી વિચિત્ર વસ્તુઓનો સામનો કરવો પડ્યો છે. હું બોલિવૂડની અન્ય એક્ટ્રેસની જેમ સુંદર ન હતી. મને એટલે પણ ફિલ્મમાંથી રિપ્લેસ કરી નાખવામાં આવતી હતી કારણકે એક્ટરની વાઈફ ઇચ્છતી ન હતી કે હું ફિલ્મમાં સામેલ થાઉં. હું એક ફિલ્મ માટે ડબિંગ કરી રહી હતી તે દરમ્યાન મને કહેવામાં આવ્યું કે હીરોને તમારા ડાયલોગ પસંદ ન આવ્યા, માટે તેને બદલી દેવામાં આવે. જ્યારે મેં ફેરફાર માટે ના પાડી તો કોઈ બીજા ડબિંગ આર્ટિસ્ટ પાસે તે કામ કરાવી લેવામાં આવ્યું.

તાપસીએ આગળ કહ્યું, એક સમય એવો પણ હતો જ્યારે મને કહેવામાં આવતું કે હીરોની પાછલી ફિલ્મ ફ્લોપ રહી છે, માટે તમે તમારી ફી ઘટાડો. જેથી ફિલ્મનું બજેટ કંટ્રોલમાં કરી શકાય. અમુક એક્ટર્સ તો એવા પણ હતા કે જે ઇચ્છતા હતા કે મારો ઇન્ટ્રોડક્શન સીન બદલવામાં આવે. કારણકે તેમને એવું લાગવા લાગ્યું હતું કે ક્યાંક મારા સીન્સ તેમના ઇન્ટ્રોડક્શન સીન્સ પર ભારે ન પડી જાય. આ તો એ બધી વસ્તુ છે જે મારી સામે થઇ, મને નથી ખબર ઇન્ડસ્ટ્રીમાં મારી પાછળ શું- શું થાય છે. ત્યારબાદથી જ મેં આ નિર્ણય લીધો કે હવે હું એ જ ફિલ્મોમાં કામ કરીશ, જેમાં મને કામ કરીને સારું ફીલ થાય.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાપસી પન્નુએ થોડા દિવસ પહેલાં જ તેની અપકમિંગ ફિલ્મ ’રશ્મિ રોકેટ’નું શૂટિંગ પૂરું કર્યું છે. હવે તે ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક શાબાશ મિથુની તૈયારીમાં લાગી ગઈ છે. આ ફિલ્મ માટે તે કોચ નૂશીન અલ ખરીદ પાસેથી ક્રિકેટ ટ્રેનિંગ લઇ રહી છે. જેનો એક ફોટો હાલમાં જ તાપસીએ ખુદ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો હતો. આ ફિલ્મ રાહુલ ધોળકિયા ડિરેક્ટ કરી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here