હીરા ઉદ્યોગમાટે સારા સમાચાર, ૮૩ ટકા માંગ અને ૧૨ હજાર કરોડથી વધુની આવક થશે

0
21
Share
Share

સુરત,તા.૧૫

કોરોના માહામારી બાદ લોકડાઉનમાં ચાર મહિના સુધી બંધ રહેલો ડાયમંડ ઉદ્યોગ ફરી ધમધમતો થયો છે. એશિયાઈ દેશો માંથી પણ પોલિશ્ડ ડાયમંડની સામી દિવાળીએ ડિમાન્ડ નીકળતા હીરા વેપારીઓ સાથે રત્નકલાકારો પણ હાલ ચિંતા મુક્ત બન્યા છે. અંદાજે ૮૩ ટકાની માંગ અને ૧૨ હજાર કરોડ કરતા વધુની આવક થશે. કોરોનાની વર્તમાન સ્થિતિમાં પણ સુરતનો હીરા ઉદ્યોગ ૮૦ ટકા વર્કફોર્સ સાથે કામ કરી રહ્યો છે, બીજી બાજુ દિવાળી વેકેશન પણ આ વખતે ટૂંકું રહેશે. જેના કારણે રત્નકલાકારોની પણ દિવાળીએ સારી એવી રોજગારી પ્રાપ્ત થઈ રહેશે.

લોકડાઉન બાદ હીરા ઉદ્યોગની સ્થિતિ પહેલાની જેમ ટૂંક જ સમયમાં રાબેતા મુજબ થાય તેવા સંકેત હીરા ઉદ્યોગકારો સહિત રત્નકલાકારોને પણ વર્તમાન સ્થિતિમાં દેખાય રહ્યા છે. જીજેઇપીસીના ચેરમેન દિનેશ નાવડીયા એ જણાવ્યું હતું કે, અત્યારે એપ્રિલ સપ્ટેમ્બર ૨૦૧૯થી ૨૦૨૦માં ૩૭ ટકા ડાઉનફોલ રહ્યો પરંતુ ૮૩ ટકા કવર થઈ ચૂક્યું છે. ડોમેસ્ટિક માર્કેટ ખૂબ જ સારું છે. વર્કરોની ડિમાન્ડ પણ ખૂબ જ વધી છે.

વેકેશન પણ ૫ દિવસનું ટૂંકું જ રહેશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ૭૫થી ૮૦થી ૮૩ ટકાના વર્કફોર્સ સાથે કાર્યરત છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ખૂબ જ પોઝિટિવ વાતાવરણ જોવા મળી રહ્યું છે જેથી ડાયમંડ અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં પણ ડિમાન્ડ વધી છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે અમેરિકા, હોંગકોંગ, યુરોપ અને દુબઇ જેવા દેશોમાં ધીરેધીરે માર્કેટ ખુલવાના કારણે ત્યાંથી સુરતના હીરા ઉદ્યોગને પણ ઓર્ડરો મળી રહ્યા છે. જેથી સુરતના હીરા ઉદ્યોગમાં માહોલ કંઈક અલગ જોવા મળી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here