હીરા ઉદ્યોગમાં તેજી આવતા રફની ખરીદી માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્‌ શરૂ કરવાની ઉઠી માંગ

0
29
Share
Share

સુરત,તા.૨૫

સુરતમાં ચાર મહિના બંધ રહેલું હીરાનું માર્કેટ ફરી શરૂ થયું છે. આ સ્થિતિમાં હીરા ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. જોકે, આ તેજીને બરકાર રાખવામાં એક સમસ્યા સામે આવી રહી છે. હાલમાં ભારતમાં કોરોનાના કેસની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે, તેવામાં હીરા ઉદ્યોગને તેજી પર લઈ જવા માટે રફ ડામંડની ખરીદી કરવી આવશ્યક બને છે. જોકે, આ ખરીદી આડે આંતરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સનો પ્રતિબંધ નડી રહ્યો છે. આ મામલે જેમ્સ એન્ડ જ્વેલેરી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના રિજનલ વડા અને સુરતના જાણીતા ઉદ્યોગકાર દિનેશ નાવડિયાએ જણાવ્યું કે ’સુરતમાં જે પોલિસીંગની ઇન્ડસ્ટ્રી છે, તેના માટે રફ હીરાની આવક ખૂબ જરૂરી છે.

આ રફ હીરા ખરીદવા માટે વેપારીઓ જાતે જ સાઉથ આફ્રિકા, કેનેડા, બ્રસેલ્સ, રશિયા, બોટ્‌સવાના કે દુબઈ જતા હોય છે. નાવડિયાએ ઉમેર્યુ કે ’જે વેપારીઓ મોટા પાયે ધંધો કરે છે તેમની આતંરાષ્ટ્રીય બજારમાં ઓફિસ હોય છે, તેમના માટે સમસ્યા નથી પરંતુ એમએસએમઇ ચલાવતા વેપારીઓ જાતે જઈને ખરીદી કરે છે. ચાર મહિના બંધ રહ્યા બાદ ખુલતાની સાથે જ હીરાનું બજાર સારૂં છે, આંતરાષ્ટ્રીય માર્કેટમાં ડીમાન્ડ પણ છે આથી સરકાર પાસે અમે આંતરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂકરવાની માંગણી કરીએ છીએ.

ભારતમાં રો મટિરિયિલની ઉપલબ્ધતા ૦ ટકા જેટલી છે. વેપારીઓ સુરતથી આતંરાષ્ટ્રીય બજારોમાં જઈને પોતાની રીતે બાર્ગેનિંગ કરીને માલ ખરીદી લાવતા હોય છે. વેપારીઓ દર મહિને જઈને પોતાનો મહિનોનો ક્વ઼ૉટા લઈ આવતા હોય છે. હીરા ઉદ્યોગની બેરોજગારીને દૂર કરવા માટે સરકારે આ નિર્ણય કરવો જરૂરી છે. નાવડિયાએ ઉમેર્યુ કે લાખોની સંખ્યામાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓએ આ મામલે માંગણી કરી છે અને સરકાર આ દિશામાં તાત્કાલિક પગલાં ભરે અને હીરા ઉદ્યોગને રફ ડાયમંડની ખરીદી કરવા માટે જવાની વ્યવસ્થા કરાવે તેવી માંગ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here