હિમતનગર,તા.૧૨
સાબરકાંઠા જિલ્લાની હિમતનગર નાગરિક બેંકની સભાસદોની ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે ત્યારે બેંક ના સભાસદો તથા શહેરની જનતાને પણ કુતૂહલ લાગી રહ્યું છે, નાગરિક બેંકની દિન પ્રતિદીન પ્રગતિના કારણે આ વખતે બેંકના ડિરેક્ટર બનવા માટેનો રાફડો ફાટયો છે, આ વખતે બેંકના ચેરમેન પદે રહી ગયેલા હોવા છતાં પણ પુનઃ લાહવો લેવા અને કેટલાક ભૂતપૂર્વ ડિરેક્ટરઓએ પણ ચૂંટણીમાં જપલવ્યું છે, જેમાં માત્ર ૧૩ બેઠકો માટે ૨૮ જના એ જંપલાવ્યું છે જેમાં સામાન્ય બેઠક ૧૦ છે જ્યારે તેમાં ૨૧ ઉમેદવારો એ ઉમેદવારી કરી છે અને મહિલા ૨ બેઠક માટે ૫ મહિલાઓ મેદાનમાં છે તેમજ અનુસૂચિત જનજાતિ માટે ૧ બેઠક માટે ૨ ઉમેદવાર મેદાન માં છે, ચૂંટણીની હવા પ્રબળ બનતી જાય છે.
ત્યારે શહેરમાં કેટલાક તર્કવિતર્ક બહાર આવી રહ્યા છે, જેમાં આજની તારીખમાં નેતાઓ પણ અમે નહિ તો અમારા ભાઈ બહેન અથવા જાતિવાદ ના સમીકરણ માં રચ્યા પચ્યા છે, અને પેનલો ની રચના કરી દીધી છે, મતદારો ને સમજવા માટે ઘરે જઈ રૂબરૂ સંપર્ક શરૂ કરાયા છે, નવાઈ ની વાત તો એ છે કે પેનલો પણ દેખાવની હોય તેમ જણાઇ રહ્યું છે કેમકે એ પણ એક બીજા ના પગ કાપવા માં રચ્યા પચ્યા છે, રવિવારે થનાર મતદાન જ બતાવશે કે કોણ કોનું છે, અત્યારે તો નાગરિક બેંક ના ડિરેક્ટર બનવાનું જ ભૂત સવાર છે, શહેરમાં વિધાનસભા ની ચૂંટણી જેવો વાતાવરણ સર્જાયું છે.