હિન્દી કરતા ઇલિયાના સાઉથની ફિલ્મોમાં વધારે સફળ

0
17
Share
Share

મુંબઇ,તા. ૩૦

પોતાની પ્રથમ ફિલ્મ બરફી મારફતે જ ચાહકોનુ ધ્યાન ખેંચનાર સેક્સી સ્ટાર ઇલિયાના ડી ક્રુઝ ફિલ્મી કેરિયર પર હવે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી ચુકી છે. બોયફ્રેન્ડ સાથે સંબંધ તુટ્યા બાદ તે નિરાશામાંથી બહાર નિકળીને વધુને વધુ ફિલ્મ કરવા માટે ઇચ્છુક છે. તેની પાસે હવે અભિષેક બચ્ચનની સાથે બિગ બુલ નામની ફિલ્મ રહેલી છે. જેમાં તેની મુખ્ય ભૂમિકા છે. તે દક્ષિણ ભારતની પણ વધારે ફિલ્મ કરવા માટે ઇચ્છુક છે. તેની પાસે હિન્દી કરતા દક્ષિણ ભારતની ફિલ્મો હાલમાં વધારે આવી રહી છે. ઇલિયાનાનુ કહેવુ છે કે દરેક અભિનેત્રી પર સ્લીમ દેખાવવા માટે દબાણ તો રહે છે. આને લઇને તે બિલકુલ પરેશાન નથી. બરફી અને રૂસ્તમ જવી ફિલ્મોના કારણે તેના લુકની ભારે પ્રશંસા થઇ હતી. ઇલિયાના કહે છે કે અર્જુન કપુર અને વરૂણ ધવન બે જુદા જદા સ્વભાવના સ્ટાર છે. એકબાજુ વરૂણ ખુબ જ હાઇપર એક્ટિવ અને એનર્જીના ભંડાર તરીકે છે. જ્યારે અર્જુન કપુર સેટ પર હમેંશા શાંત રહે છે. તે સંતુલિત રહે છે. કેટલીક વખત તે મસ્તીના મુડમાં આવી જાય છે. તેની સૌથી સારી બાબત એ છે કે તે કેટલીક વખત મુડમાં આવી જાય છે. અર્જુન કપુરને ફિલ્મ મેકિંગ અંગે અનેક માહિતી છે. તે કેટલીક ફિલ્મોમાં સહાયક નિર્દેશક તરીકે રહી ચુક્યો છે. તેનુ કહેવુ છે કે તે પ્લાસ્ટિક સર્જરીમાં વિશ્વાસ રાખતી નથી. તેનુ કહેવુ છ કે ખુબસુરત યુવતિઓને પ્લાસ્ટિક સર્જરી કરાવવાની કોઇ જરૂર તેને દેખાતી નથી. ઇલિયાના બોલિવુડ અને દક્ષિણ ભારતની ફિલ્મોને લઇને આશાવાદી છે. તેની પાસે સતત ફિલ્મો આવી રહી છે. અભિષેક બચ્ચન સાથે બિગ બુલ ફિલ્મ શેરબજાર પર આધારિત ફિલ્મ છે. જેમાં શેરબજારલ સાથે સંબંધિત તમામ ગતિવિધીને દર્શાવવામાં આવનાર છે. ઇલિયાનાની ઓળખ હિન્દી સિનેમા કરતા સાઉથમાં વધારે રહેલી છે. જ્યાં તે તમામ મોટા સ્ટાર સાથેકામ કરી ચુકીછે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here