હિંમતનગર તાલુકાના તમામ પ્રા.આરોગ્ય કેન્દ્રો કોરોના ટેસ્ટ માટે આખો દિવસ રહેશે ખુલ્લા

0
16
Share
Share

હિંમતનગર,તા.૨૦
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તેમજ તાલુકામાં દિનપ્રતિદિન કોરોના ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હિંમતનગર તાલુકા હેલ્થ ઓફિસર જયેશ પરમારે જણાવ્યું હતું કે હિંમતનગર તાલુકામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સવારે ૧૦ઃ૦૦ થી ૧૨ઃ૩૦ કલાક સુધી કોરોના ટેસ્ટ કરવામાં આવતા હતા પણ દિન-પ્રતિદિન કોરોના સંક્રમણ વધતા આખો દિવસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત રહેશે જેથી કરી કોઈપણ વ્યક્તિને જરૂર જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી શકશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here