હિંમતનગરના ખેડૂત પાસે વ્યાજખોરોએ ૧૦ લાખનું રોજનું ૨૦ હજાર વ્યાજ વસૂલતા

0
15
Share
Share

હિંમતનગર,તા.૨૬

હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવા ખેડૂતે ફરિયાદ નોંધાવી છે. ઊંચા વ્યાજે વધુ વ્યાજ વસૂલનાર બે વ્યાજખોરો રૂ. ૧૦ લાખનું રોજનું રૂ ૨૦ હજાર વ્યાજ વસૂલતા હતા અને જ્યારે રકમ આપવામાં મોડું થાય તો રૂ ૪૦ હજારની પેનલ્ટી વસૂલતા હતા. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં વ્યાજખોરો સામે રાજ્ય સરકારે કડક કાયદો અમલમાં મૂક્યો છે છતાં વ્યાજખોરો બેફામ વ્યાજ વસૂલતા હોવાની ફરિયાદ સાબરકાંઠામાં નોઁધાઈ છે.

એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજીપુરના સંકેત હરેશભાઈ પટેલે હિંમતનગરના દીસુભાઇ મનુભાઇ દેસાઇ અને હાજીપુરના હરસિધ્ધભાઈ કનુભાઇ પટેલ સામે ફરિયાદ નોધાવી છે. જેમાં હરસિધ્ધ ફરીયાદી પાસેથી રૂ. ૧૦ લાખ દીસુને આપવા જણાવીને રૂપિયાના વ્યાજ પેટે દરરોજના રૂ.૨૦ હજારની માગણી કરી અને મોડા આપવા બદલની પેનલ્ટી લેખે રૂ. ૪૦ હજારની માગણી કરી હતી. તેણે ઉઘરાણી દરમિયાન સંકેતને મા-બેન સામું બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની રૂબરૂમાં તેમજ મોબાઇલ ફોનથી ધમકીઓ આપી આરોપી હતી.

બંનેએ ખેડૂતને વાહનમાં ફાર્મ હાઉસ પર લઇ જઇને તેના પરિવારને ઘરેથી ઉઠાવી લઇ ગુમ કરી દેવાની ધમકીઓ આપી હતી. જેમાં પહેલા રૂ. ૬૦ હજાર, રૂ. ૨૫ હજાર તથા રૂ. ૭૦ હજાર એમ કુલ રૂ.૧.૫૫ લાખ દીપુએ રોકડા અને હરસિધ્ધે ફોનપે મારફતે વ્યાજ તથા પેનલ્ટીરૂપે બળજબરીથી કઢાવી લીધા હતા. બંનેએ ઊંચા વ્યાજે નાણાંનું ધિરાણ કરી ઊંચુ વ્યાજ વસુલ કરવા ખેડૂત પાસે પઠાણી ઉઘરાણી કરી સતામણી કરી તેમજ હરસિધ્ધે સંકેતના સહીવાળા કોરા ચેકો લઇ લીધા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here