હાર્દિક વધુ એકવાર કોંગ્રેસને મત અપાવવામાં નિષ્ફળ રહ્યો

0
20
Share
Share

હાર્દિક પટેલના ઝંઝાવાતી પ્રચાર છતાંય રાજકોટ, જામનગર અને ભાવનગરમાં કોંગ્રેસ ખાસ કંઇ ઉકાળી ના શકી

ગાંઘીનગર,તા.૨૩

અમદાવાદ રાજ્યના છ મહાનગરોમાં રવિવારે થયેલા મતદાનની આજે ગણતરી ચાલી રહી છે. હાલની સ્થિતિમાં તમામ છ શહેરોમાં ભાજપ આગળ ચાલી રહ્યો છે, પરંતુ કોંગ્રેસનું પર્ફોમન્સ ગત ચૂંટણી કરતાં પણ ખરાબ દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે કોંગ્રેસે હાર્દિક પર મોટો મદાર રાખ્યો હતો, અને તેણે ઠેકઠેકાણે જંગી સભાઓ પણ કરી હતી, પરંતુ તેનું વોટમાં પુનરાવર્તન થઈ શક્યું હોય તેવું હાલના આંકડા પરથી નથી લાગી રહ્યું. કોંગ્રેસની સૌથી ખરાબ હાલત રાજકોટમાં થઈ છે, જ્યાં ભાજપનો રથ આગળ ચાલી રહ્યો છે, અને કોંગ્રેસ એક આંકડામાં પૂરતી જ મર્યાદિત રહી જાય તેવું ચિત્ર ઉભું થઈ રહ્યું છે. જામનગરમાં પણ કોંગ્રેસ હાલ માત્ર ૦૫ બેઠકો પર આગળ ચાલી રહી છે. પાટીદારોના ગઢ ગણાતા સુરતના કેટલાક વિસ્તારોમાં પણ હાર્દિકે જોરશોરથી પ્રચાર કર્યો હતો, પરંતુ પાસ અને કોંગ્રેસ વચ્ચે થયેલા ડખાને કારણે સુરતમાં કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીનું પર્ફોમન્સ વધુ સારું દેખાઈ રહ્યું છે. વડોદરામાં પણ કોંગ્રેસ જે વિસ્તારોમાં આગળ ચાલી રહી છે અથવા જીત હાંસલ કરી ચૂકી છે તે વિસ્તારોમાં કોંગ્રેસ પહેલાથી જ મજબૂત હતી. આમ, ૨૦૨૦માં થયેલી પેટાચૂંટણી બાદ હવે કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ થતાં સભામાં ભીડ ભેગી કરી શકતો હાર્દિક તેને વોટમાં કન્વર્ટ કરી શકે છે કે નહીં તે મુદ્દાને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ હાર્દિકે જામનગર બેઠક પરથી લડવાની પૂરી તૈયારી કરી લીધી હતી, પરંતુ છેલ્લી ઘડીએ કોર્ટમાંથી રાહત ના મળતા તેને ચૂંટણી લડવાનું માંડી વાળવું પડ્યું હતું. જોકે, હાર્દિક તે ચૂંટણીમાં પણ કોંગ્રેસને એકેય બેઠક જીતાડી નહોતો શક્યો. ત્યારબાદ રાજ્યમાં થયેલી પેટાચૂંટણીઓમાં પણ હાર્દિક ફેક્ટર ખાસ અસર ઉપજાવી શક્યું નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here