હાર્દિક પટેલ ગુજરાત બહાર નહિ જઇ શકેઃ સેશન કોર્ટે અરજી ફગાવી

0
18
Share
Share

અમદાવાદ,તા.૨૫

કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ હાર્દિક પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજીની શરતોમાં ફેરફાર માટે અને રાજ્ય બહાર જવા માટે અરજી કરી હતી, જે મામલે આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિક પટેલને ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજૂર કર્યા હતા.

આ પહેલાં હાર્દિકે ૯૦ દિવસ માટે રાજ્ય બહાર જવા માટે અરજી કરી હતી, જેનો સરકારે એવું કહીને વિરોધ કર્યો હતો કે હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર જવા દેવો યોગ્ય નથી. માત્ર કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ હોવાથી જવા દેવાય એ યોગ્ય નથી, કાયદો તમામ માટે સરખો છે. અન્ય રાજ્યની શાંતિનો ભંગ થતી હોવાની પણ રજૂઆત કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here