હાર્દિક પંડ્યા ૧.૨૫ કરોડની કાંડા ઘડિયાળ પહેરે છે..!!

0
26
Share
Share

દુબઇ,તા.૧૩

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ચમકદાર વસ્તુઓનો ખાસ કરીને ડાયમંડનો ઘણો શોખ છે. તે જ્યારે પણ કોઇ ઇવેન્ટ કે પાર્ટીમાં સ્પોટ થાય છે તો તેનો આવો અવતાર જોવા મળે છે.

હાર્દિક પંડ્યા હાલ યૂએઈમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી આઈપીએલમાં રમી રહ્યો છે. હાર્દિકે આ દરમિયાન એક ફોટોશૂટની તસવીર પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. જોકે આ તસવીરમાં પ્રશંસકોનું સૌથી વધારે ધ્યાન તેણે પહેરેલી ઘડિયાળ પર ગયું છે.

હાર્દિક પંડ્યાને પાટેક ફિલિપ બ્રાન્ડની ઘડિયાળનું કલેક્શન રાખવાનો શોખ છે. ફોટોશૂટની તસવીરોમાં પંડ્યાએ રોઝ ગોલ્ડમાં પાટેક ફિલિપની નોટિલૂસ કોનોગ્રાફ ૫૯૮૦/૧૦ઇ-૦૧૦ ઘડિયાળ પહેરી છે. આ અત્યાર સુધી પંડ્યાની સૌથી મોંઘી ઘડિયાળ માનવામાં આવી રહી છે.

આ ઘડિયાળના ફેસ પર ૯ ડાયમંડ છે. આ સિવાય તેના ડાયલ પર ૩૨ ડાયમંડ અને બંને તરફ સ્ટ્રેપ પર ૬-૬ ડાયમંડ લાગેલા છે. આ સિવાય રુબીજ પણ લાગેલી છે. કુલ મળીને આ ઘડિયાળની કિંમત ઇં૨૨૫,૦૦૦ એટલે કે ૧.૬૫ કરોડ રૂપિયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here