હાર્દિકના ઘરનો શેફ બન્યો, ભાભીએ જોરદાર પ્રશંસા કરી

0
15
Share
Share

હાર્દિક પંડયાએ આ ડીશ બનાવતા તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો : ફોલોઅર્સે તેને ખૂબજ લાઈક કર્યો

નવી દિલ્હી, તા. ૨૪

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયા હાલમાં ક્રિકેટ બંધ રહેવાથી આખો સમય તેના ઘર પર જ પસાર કરી રહ્યો છે. આ સમયનો ઉપયોગ પંડયા તેના તમામ શોખ પૂરા કરવામાં કરી રહ્યો છે. ક્યારેક તે તેના ભાઈ ક્રૃણાલ પંડયા સાથે ભેગા મળીને ગીતો ગાય છે તો ક્યારેક પંડયા હાઉસની રાત મ્યૂઝિકના ધમાલમાં પસાર થયા છે. આ દરમિયાન પંડયાએ સોમવાર રાતે તેના ઘરના કિચનની જવાબદારી સંભાળી હતી. પછી શું શેફ બનેલા હાર્દિક પંડયાએ એક એવી શાનદાર ડીશ બનાવી, જેની તેના ભાભી પંખુરી શર્માએ પણ પ્રશંસા કરી હતી.

હાર્દિક પંડયાએ શેફ તરીકે કિચનની જવાબદારી સંભાળતા ચીઝ બટર મસાલા બનાવી તમામને જમાડયા. હાર્દિક પંડયાએ આ ડીશ બનાવતા તેનો ફોટો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર તેણે ખાવાનું બનાવતો ફોટો શેર કરવાની શાથે જ તેને બનાવેલા ચીઝ બટર મસાલાનો ફોટો ચાહકોને શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, કંઈક નવું શીખવામાં પોતાનો હાથ અજમાવવા માટે મોડુ નથી થયું. પંડ્‌યા હાઉસમાં શેરની ડયૂટી. ડીશ બનાવી રહ્યો છું. ડીશ છે ચીઝ બટર મસાલા. આ ફોટા પર પંખુરી ભાભીએ લખ્યું બેસ્ટ. આ ફોટોને પંડયાના ચાહકોએ લાઈક કર્યો છે. તેને અંદાજ ૧૦ લાખથી વધારે લાઈક આવવાથી આવે છે.

પંડયાની બનાવેલી ડીશનો ફોટો જોઈ તેની ટીમના સાથી અને ભારતીય ક્રિકેટ ટીમના ગબ્બરે પણ પ્રશંસા કરી હતી. ભારતીય ઓપનિંગ બેટ્‌સમેન શિખર ધવને હાસ્યવાળું ઈમોજી શેર કરતા લખ્યું, બરાબર ભાઈ તે જ બનાવ્યું હશે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર મુનાફ પટેલે પણ પ્રશંસનીય ઈમોજી પંડયાના ફોટા પર શેર કરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here