હાર્ટને હેલ્થી રાખવા બ્લડ ડોનેટ કરો

0
23
Share
Share

રક્તદાન મહાદાન તરીકે છે તે બાબત અમને વારંવાર સાંભળવા મળે છે. રક્તદાનને લઇને વારંવાર જાગૃતિ ઝુંબેશ પણ ચલાવવામાં આવે છે. સાથે સાથે રક્તદાન વધે તે માટે જુદા જુદા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે. રક્તદાનને લઇને કેમ્પોનુ પણ આયોજન કરવામાં આવે છે. આ તમામ પ્રકારની પ્રવૃતિ વચ્ચે નિષ્ણાંત તબીબો અને જાણકાર લોકો કહે છે કે હાર્ટને હેલ્થી રાખવા માટે બ્લડ ડોનેટ કરવાની બાબત સૌથી સારી છે.બ્લડ ડોનેટ કરવાથી માત્ર બીજાની જાન જ બચાવી શકાતી નથી બલ્કે આ બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિને પણ ફાયદો કરાવે છે. બ્લડ ડોનેટ કરવાથી શરીર હેલ્થી રહે છે. આના કારણે હાર્ટ સાથે સંબંધિત બિમારી થવાની શક્યતા ઓછી રહે છે. નિષ્ણાંતો કહે છે કે બ્લડ ડોનેશન કરવાથી આયરન લેવલ શરીરમાં સંતુલિત રહે છે. આ ઉપરાંત આના કારણે હાર્ટ સાથે સંબંધિત બિમારીને ટાળી શકાય છે. રક્તદાનના કારણે સમય કરતા પહેલા એજિગ થવાની ગતિવેન રોકી દે છે. સ્ટ્રોકનો ખતરો થવા અને હાર્ટ અટેકના ખતરાને પણ ઘટાડી દે છે. જાણકાર નિષ્ણાંતો એમ પણ કહે છે કે બ્લડ ડોનેટ કરવાથી લિવર પણ સારી અસર થાય છે. નિવરની કામગીરી આયરન મેટાબોલિજમ પર આધારિત રહે છે. બ્લડ ડોનેશનથી આયરનનુ પ્રમાણ યોગ્ય રહે છે. જો શરીરમાં આયરનનુ પ્રમાણ વધારે હોય તો લિવર ટિશુનુ ઓક્સીડેશન થાય છે. જેના કારણે લિવર ડેમેજ થઇ શકે છે. બ્વલડ ડોનેટ કરવાથી લિવર કેન્સરનો ખતરો રહેતો નથી. એક વખત બ્લડ ડોનેટ કરવાથી ૬૫૦-૭૦૦ કિલો કૈલરીને ઘટાડી શકાય છે.બ્લડ ડોનેટ ત્રણ મહિનામાં એક વખત કરી શકાય છે. બ્લડ ડોનેશન કરવાથી વ્યક્તિને મનથી ખુશી થાય છે. ભારતમાં ઘણા ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષોને ટક્કર આપી રહી છે પરંતુ બ્લડ ડોનેશનના મામલાઓમાં મહિલાઓ પુરુષો કરતા ખૂબ જ પાછળ છે. દેશમાં એકબાજુ બ્લડ ડોનેશનની જરૂરિયાતોને પૂર્ણ કરવા પુરુષો ૯૪ ટકાનું યોગદાન આપી રહ્યા છે. બીજી બાજુ મહિલાઓની ટકાવારી માત્ર છ ટકા છે. એટલે કે લોકોની લાઇફ બચાવવામાં મહિલાઓની ભૂમિકા ખૂબ જ ઓછી છે. સોમાલિયામાં માત્ર પુરુષો જ રક્તદાન કરે છે જ્યારે પશ્ચિમી પેસીફિક વિસ્તારમાં એક નાનકડા દેશ માઇક્રોનેશિયાની મહિલાઓ રક્તદાનના મામલામાં દુનિયાની તમામ મહિલાઓથી આગળ છે. અહીં બ્લડ ડોનેશનમાં તેમની હિસ્સેદારી ૭૮ ટકા છે. ત્યારબાદ રિપબ્લિક ઓફ માલદીવની મહિલાઓ આવે છે. બ્લડ ડોનેશનમાં તેમની હિસ્સેદારી ૭૧ ટકા જેટલી છે. વર્લ્ડ બ્લડ ડોનેશન ડેના દિવસે ચારી કરવામાં આવેલા વિશ્વ આરોગ્ય સંગઠનના એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ૧૮થી ૨૪ વર્ષની વયના યુવાકો સૌથી વધુ રક્તદાન કરે છે. આ મોરચે તેમની ટકાવારી ૫૨.૮૩ ટકા છે. ત્યારબાદ ૨૫થી ૪૪ વર્ષની વયના લોકોની બ્લડ ડોનેશનમાં હિસ્સેદારી ૨૮.૩૮ ટકા છે. ૪૫થી ૬૪ વર્ષના વયના લોકોની રક્તદાનની ટકાવારી ૧૮.૭૮ ટકા છે. દેશમાં ૧૮ વર્ષથી ઓછી વયના યુવાનોની રક્તદાનની ટકાવારી હાલમાં શૂન્ય છે. આ મામલામાં કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ડબલ્યુએચઓનું કહેવું છે કે વિકાસશીલ દેશોમાં જાગૃતતાના અભાવને લીધે રક્તદાનમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા નથી. આ જ કારણ છે કે દર વર્ષે હજારો લોકો બિમારી અથવા તો અકસ્માત થવાની સ્થિતિમાં લોહી ન મળતાં મોતને ભેટે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તમામ સરકારોને આ મામલામાં જાગૃતી ફેલાવવામાં લોકોને અપીલ કરવા કહ્યું છે.  ભારતમાં મહિલાઓ રક્તદાનના મામલામાં પાછળ છે. બીજી બાજુ પુરુષો પણ આનાથી દૂર રહે છે. આંકડાઓમાં અને નિષ્ણાંતોનું કહેવું છે કે એક સ્વસ્થ યુવાનના શરીરમાં આશરે ૧૦ યુનિટ બ્લડ હોય છે. એક યુનિટ બ્લડથી ત્રણ લોકોના જીવ બચાવી શકાય છે. કોઈપણ સ્વસ્થ રક્તદાતા  દર ૫૬ દિવસમાં રક્તદાન કરવાની સ્થિતિમાં હોય છે. દુનિયામાં બ્લડની અછતને ધ્યાનમાં લઈને લેબમાં બ્લડ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.  આમા હજુ સુધી પૂરતી સફળતા હાથ લાગી નથી. હોસ્પિટલોમાં સૌથી વધારે ડિમાન્ડ ઓ નેગેટિવ ગ્રૂપની હોય છે. આ બ્લડને કોઈપણ દર્દીને આપી શકાય છે. એબી પોઝિટીવ પ્લાઝમાંને કોઈપણ બ્લડગ્રૂપના શખ્સને આપી શકાય છે. આની પણ ખૂબ માંગ રહે છે. શરીરના વજનના લોહીની હિસ્સેદારી આશરે ૭ ટકા હોય છે. દાન કરવામાં આવેલા લોહીને દર્દીને આપતા પહેલાં તેમાં એચઆઈવી, હેપેટાઈટીસ, બી, સી, સિફલિસ અને અન્ય ઇન્ફેક્શનની ચકાસણી કરવામાં આવે છે. નિષ્ણાંતોનો દાવો છે કે ૧૮ વર્ષની વયથી બ્લડ ડોનેશન કરવામાં આવે છે અને દરેક ૯૦ દિવસમાં કોઈ વ્યક્તિ રક્તદાન કરે છે તો ૬૦ વર્ષની વય સુધી પહોંચતી વેળા ૩૦ ગેલન રક્તનું દાન કરી શકે છે. આનાથી ઓછામાં ઓછા ૫૦૦ લોકોના જીવ બચી શકે છે. રક્તદાનને લઇને હજુ દેશમાં મોટા પાયે કામ કરવાની જરૂર છે.

બ્લડ અંગેની વાસ્તવિકતા

હાર્ટને હેલ્થી રાખવા માટે બ્લડ ડોનેટ કરવાની બાબત સૌથી સારી છે.બ્લડ ડોનેટ કરવાથી માત્ર બીજાની જાન જ બચાવી શકાતી નથી બલ્કે આ બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિને પણ ફાયદો કરાવે છે. બ્લડ ડોનેટ કરવાથી શરીર હેલ્થી રહે છે. આના કારણે હાર્ટ સાથે સંબંધિત બિમારી થવાની શક્યતા ઓછી રહે છે. નિષ્ણાંતો કહે છે કે બ્લડ ડોનેશન કરવાથી આયરન લેવલ શરીરમાં સંતુલિત રહે છે. આ ઉપરાંત આના કારણે હાર્ટ સાથે સંબંધિત બિમારીને ટાળી શકાય છે. બ્લડ  અથવા તો લોહીના સંબંધમાં પુરતી માહિતી સામાન્ય લોકો પાસે નથી. બ્લડ અંગેની વાસ્તવિકતા નીચે મુજબ છે.

 •      એક સ્વસ્થ યુવાનના શરીરમાં આશરે ૧૦ યુનિટ બ્લડ હોય છે
 •      માત્ર એક યુનિટ બ્લડથી ત્રણ લોકોને બચાવી શકાય છે
 •       કોઈપણ સ્વસ્થ રક્તદાતા દર ૫૬ દિવસમાં રક્તદાન કરી શકે છે
 •      રક્તદાન કરવામાં માત્ર ૧૦થી ૧૨ મિનિટ લાગે છે
 •       ભારતમાં દર વર્ષે આશરે ત્રણ કરોડ બ્લડ કમ્પોનેન્ટ જરૂરિયાતવાળા લોકોને આપવામાં આવે છે
 •      દુનિયામાં બ્લડની અછતને ધ્યાનમાં લઈને હાલમાં લેબમાં તેના નિર્માણના પ્રયાસો થઈ રહ્યા છે
 •       હોસ્પિટલમાં સૌથી વધારે નિર્માણ ઓ પોઝીટીવ રહે છે
 •        આ ગ્રૂપના લોહીને કોઈને પણ આપી શકાય છે
 •       એ બી પોઝીટીવ પ્લાઝમાંની પણ ખૂબ માંગ રહે છે
 •       દાન કરવામાં આવેલા લોહીની પહેલા ચકાસણી કરવામાં આવે છે
 •       એક વખત બ્લડ ડોનેટ કરવાથી ૬૫૦-૭૦૦ કિલો કૈલરીને ઘટાડી શકાય છે
 •        બ્લડ ડોનેટ ત્રણ મહિનામાં એક વખત કરી શકાય છે

મહિનામાં ચરબી ઘટી શકે

એક સમય હતો જ્યારે કોઇ પેટ બહાર નિકળેલી વ્યક્તિ બહાર નિકળતી હતી ત્યારે લોકો કહેતા હતા કે અમર ખાનદાનમાંથી છે. જો કે હવે સમય બદલાઇ ગયો છે. હવે સમય સિક્સ પેક્સનો છે. શરીરના કુલ ફૈટના પ્રમાણથી વધારે જરૂરી હવે ફેટના શરીરમાં યોગ્ય યોગદાન. જાણકાર લોકો કહે છે કે સમગ્ર શરીરમાં ફેટ વધારે હોવાની બાબત એટલી ખતરનાક નથી જેટલી ખતરનાક બાબત પેટની આસપાસ ફેટ છે. પુરૂષો માટે ૪૦ ઇંચથી વધારે અને મહિલાઓ માટે ૩૫ ઇંચથી વધારે કમર કદ સ્થુળતા સાથે સંબંધિત બિમારીનુ કારણ બને છે. આવી સ્થિતીમાં પહેલાથી જ સાવધાની રાખવામાં આવે તે જરૂરી છે. કેટલીક સરળ કસરત અને યોગાસન કરીને પેટની આસપાસની ચરબીને કાબુમાં રાખી શકાય છે. એરોબિક એક્સરસાઇઝ, વોકિંગ, સ્વિમિંગ, જોગિંગ, સાયકલિંગ જેવી કસરત ખુબ આદર્શ પુરવાર થાય છે. વધારાના વજનને ઘટાડી દેવા માટે સાયકલિંગ સૌથી સારી બાબત છે. દરરોજ આશરે ખુલ્લામાં એક કલાક સાયકલ ચલાવવામાં આવે તો ૩૦૦ કેલોરી બર્ન થઇ જાય છે. જોગિંગ પણ કસરતના એક લોકપ્રિય તરીકા તરીકે છે. આના કારણે હાર્ટની પંમ્પિગ ક્ષમતામાં વધારો થાય છે. દરરોજ બે કિલોમીટર જોગિંગથી ખુબ ફાયદા થાય છે. સ્વામિંગ પણ ખુબ સારી કસરત સમાન છે. આના કારણે સમગ્ર શરીરની કસરત થાય છે. આના કારણે ખુબ વધારે કેલોરી બર્ન થઇ જાય છે. એરોક્સિ કસરત પણ હાલના સમયમાં ખુબ લોકપ્રિય છે. આના કારણે પેટની આસપાસની ચરબીને દુર કરવામાં સફળતા મળે છે. વોકિંગ પણ શ્રેષ્ઠ કસરત તરીકે છે. પેટના સ્તરને ઘટાડી દેવા માટે તે ઉપયોગી સાબિત થાય છે. ઝડપથી ૪૫-૫૦ મિનિટ સુધી ચાલવામાં આવે તો સીધો ફાયદો થાય છે. આ તમામ સામાન્ય કસરત શરીર માટે આદર્શ પુરવાર થાય છે. આધુનિક સમયમાં આ કસરતનો ઉપયોગ કરી શકાય છે.

પોઝિટીવ આઉટલુક જરૂરી છે

અમેરિકામાં હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસ બાદ  વૈજ્ઞાનિકો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે હેપ્પી અને પોઝિટીવ આઉટલુક હાર્ટ માટે આદર્શ છે. વૈજ્ઞાનિકોએ લાંબાગાળા સુધી અભ્યાસ કર્યા બાદ કહ્યું છે કે એ ટાઈપની પર્સનાલિટી ધરાવતા લોકો અને સામાન્ય રીતે ક્રોધિત, ડિપ્રેશન રહેતા લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધારે રહે છે. સાઇકોલોજી અભ્યાસના તારણમાં એમ પણ જાણવા મળ્યું છે કે સતત હકારાત્મક વિચારધારા ધરાવનાર વ્યક્તિઓમાં હાર્ટ એટેક અથવા તો અન્ય રોગનો ખતરો પ્રમાણમાં ઓછો રહે છે. હવે વધુ એક નવા અભ્યાસમાં પણ આ બાબતની સાબિતી મળી છે. હાર્ટ એટેકના ખતરાને ઘટાડવા માટે હકારાત્મક વિચારધારા અને આશાવાદની સ્થિતિ ઉપયોગી છે. હારવર્લ્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધક જુલિયાના જણાવ્યા મુજબ આધુનિક સમયમાં મોટાભાગે તમામ લોકોએ પોઝિટિવ આઉટલુક તરફ ધ્યાન આપવાની જરૂર છે. સ્ટ્રેસના સીધા સંબંધ નકારાત્મક વિચારધારા, ક્રોધ સાથે રહેલા છે. એનાથી હાર્ટ અને ધમનીઓને નુકસાન થવાનો ખતરો રહે છે. મોટાભાગે ખુશખુશાલ રહેનાર લોકોમાં બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને વજન સંતુલિત રહે છે. પૂરતી ઊંઘ પણ આ લોકો માણી શકે છે. ધૂમ્રપાનને ટાળનાર લોકોને વધુ ફાયદો થાય છે.  પોઝિટિવ આઉટલૂક અંગે જુદા જુદા અભ્યાસોની ગણતરી પણ કરવામાં આવી હતી જેમાં સાઇકોલોજીકલ અથવા તો મનોવૈજ્ઞાનિક તારણોની નોંધ લેવામાં આવી હતી. ઓછા આશાસ્પદ લોકોની સરખામણીમાં વધુ આશાવાદી લોકોમાં પ્રથમ હાર્ટ એટેકનો ખતરો ઘટીને અડધાથી ઓછો થાય છે. અગાઉના અભ્યાસમાં પણ કહેવામાં આવી ચૂક્યું છે કે નેગેટિવ વિચારધારા સ્ટ્રેસ સાથે પણ સંબંધ ધરાવે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here