હાય….રે….કળીયુગ સુરજકરાડીમાં એંશી વર્ષની વૃઘ્ધા પર દુષ્કર્મનો પ્રયાસ…..

0
12
Share
Share

પોલીસે આરોપીને દબોચી લઈ કાર્યવાહી કરી

મીઠાપુર, તા.૧૪

દેવભૂમી દ્વારકા જીલ્લાનાં ઓખા મંડળના મીઠાપુરની બગલસમા સુરજકરાડી ગામે એસ.ટી.બસ સ્ટેન્ડમાં રાતવાસો કરી રહેલી એક વૃઘ્ધાની એકલતાનો લાભ લઈ ઓખા મંડળના શામળાસર ગામે રહેતા જશરાજભા માણેક નામના શખ્સે તેણી પર બળાત્કાર ગુજારવાનો ત્થા તેની ચોરણીથી જ ગળાટુંપો દઈ મારી નાખવાનો પ્રયાસ કર્યાની પોલીસ ફરીયાદ થતા પોલીસે ગણતરીના સમયમાં આરોપીને પકડી પાડીને વિવિધ કલમો અનુસાર અપરાધ નોંઘ્યો છે. ભોગ બનનારના પુત્ર દ્વારા પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. પુત્રની ઉંમરના શખ્સે વૃઘ્ધા પર આવુ કૃત્ય કરતા પંથકભાં ભારે ઉહાપોહ મચી જવા પામેલ છે. તા.૧૩/૯ ના રાત્રીના આશરે ૧૧.૩૦ વાગ્યે આવુ કૃત્ય કરનારમાં વાસનાનો કીડો સળવળતા તે આવા અપરાધ તરફ વળેલ હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here