હાફિઝ સઈદને ઝટકો, જમાત-ઉદ-દાવાના પ્રવક્તાને ૩૨ વર્ષની સજા

0
15
Share
Share

લાહોર,તા.૧૨

પાકિસ્તાનની એક આતંકવાદ વિરોધી અદાલતે જમાત-ઉદ-દાવાના પ્રવક્તાને આતંકવાદને નાણાકીય મદદના મામલામાં ૩૨ વર્ષની સજા ફટકારી છે. જમાત-ઉદ-દાવા મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદનું આતંકવાદી સંગઠન છે. આતંકવાદ વિરોધી અદાલત (એટીસી)એ અહીં સઈદના બનેવી સહિત જેડીયૂના ત્રણ સભ્યોને આતંકવાદને નાણાકીય મદદના મામલામાં દોષી ઠેરવ્યા છે.

અદાલતના એક અધિકારીએ કહ્યું, એટીસીના ન્યાયાધીશ એજાઝ અહમદ બુતારે જેડીયૂના પ્રવક્તા યાહયા મુજાહિદને બે મામલામાં ૩૨ વર્ષની સજા ફટકારી છે. તો પ્રોફેસર જફર ઇકબાલ અને પ્રોફેસર હાફિઝ અબ્દુલ રહમાન મક્કી (સઈદના બનેવી)ને બે મામલામાં ક્રમશઃ ૧૬ અને એક વર્ષની કેદની સજા સંભળાવી છે.

તેમણે જણાવ્યું કે, સંગઠનના બે અન્ય સભ્ય અબ્દુલ સલામ બિન મુહમ્મદ અને લુકનામ શાહને આતંકવાદને ધિરાણ સંબંધી અન્ય મામલામાં દોષી ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે ફરિયાદી પક્ષને ૧૬ નવેમ્બરે પોતાના પૂરાવા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુનાવણીના સમયે શંકાસ્પદ કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં હાજર હતા અને આ દરમિયાન મીડિયાને કોર્ટ પરિસરમાં આવવાની મંજૂરી નહતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here