હાથી હાઈવે ઉપર રસ્તો રોકીને ઊભો રહી ગયો

0
37
Share
Share

હાથીઓના ઘણા વીડિયો વાઈરલ થતા રહે છે, હાથીઓના કારણે હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામ રહેતો હોય છે

નવી દિલ્હી,તા.૧૪

સોશિયલ મીડિયા પર હાથીઓના ઘણા વિડીયો વાઈરલ થતા રહે છે. હાથીઓના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ રહેતો હોય છે. એવા ઘણા વિડીયો છે, જેમાં હાથી શેરડી ભરેલા ટ્રકને લૂંટી લેતા હોય છે. આવો જ એક વિડીયો હાલમાં ટિ્‌વટર પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથીએ બસની અંદર સૂંઢ નાખીને ધોળાદિવસે ચોરી કરી. તેણે બસની અંદર સૂંઢ નાખીને કેળા ઉઠાવી લીધા. તક મળતા જ ડ્રાઈવરે બસને ભગાવી, નહીંતર હાથી ફરીથી અંદર સૂંઢ નાખીને બીજા કેળા ઉઠાવી લેત. આ વિડીયોને ઈન્ડિયન ફોરેસ્ટ ઓફિસર પ્રવીણ કાસવાને શેર કર્યો છે. આ વિડીયો ખૂબ જ જૂનો હોવાનું કહેવાઈ રહ્યું છે. તેને શ્રીલંકાના કટારંગામાનો હોવાનું બતાવાયું હતું. બસ હાથી સામે રોડ પર આવીને ઊભો રહી ગયો, એવામાં ડ્રાઈવરને બસ રોકવી પડી. જેવી હાથીની સામે બસ ઊભી રહે છે, તે પોતાની સૂંઢ બારીની અંદર નાખી દે છે. આ બાદ તે ખોરાક શોધવા માટે સૂંઢને અંદર ફેરવે છે. એવામાં પાછળ બેઠેલા પેસેન્જરો પણ હસવા લાગે છે. આખરે હાથીને કેળાની સુગંધ આવી જાય છે. જેવો હાથીને પોતાનો ટોલ ટેક્સ મળી જાય છે, બસ ચાલક ઝડપથી ત્યાંથી બસ હંકારી જાય છે. આ વિડીયો ૨૦૧૮માં શૂટ કરાયો હોવાનું કહેવાય છે. તેને ઈન્ડિયન ફોરેસ્ટ ઓફિસર પ્રવીણ કાસવાન દ્વારા પોસ્ટ કરાયા બાદ તે ટિ્‌વટર પર વાઈરલ થવાનો શરૂ થઈ ગયો. આઈએફએશ અધિકારીએ વિડીયો શેર કરલા વિડીયોમાં કેપ્શન લખ્યું છે, ’હાઈવે પર ધોળા દિવસે ચોરી. વિડીયો ટિ્‌વટર પર ખબર લખાઈ ત્યાં સુધીમાં ૨.૫ લાખથી પણ વધારે વખત જોવાઈ ચૂક્યો છે, સાથે જ ૨ હજારથી વધારે કમેન્ટ્‌સ અને ૧૪ હજારથી વધારે લાઈક્સ મળી ચૂકી છે. કોમેન્ટમાં પ્રવીણ કાસવાન લખે છે કે, મુસાફરોએ જંગલી પ્રાણીઓને ખોરાક ન આપવો જોઈએ, તેનાથી તેઓ હાઈવે પર આવી જાય છે અને મુસાફરોને પરેશાન કરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here