હાથરસ, બલરામપુર, આઝમગઢ, બુલંદશહેર બાદ હવે બાંદા ખાતેથી ૨૭ વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો

0
20
Share
Share

બાંદા,તા.૧૨

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના તમામ પ્રયાસ છતાં પ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યા. હાથરસ, બલરામપુર, આઝમગઢ, બુલંદશહેર બાદ હવે બાંદામાં એક ૨૭ વર્ષીય મહિલાનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મહિલાના શરીર પર જોવા મળેલા ઈજાના નિશાન તેણી સાથે બનેલી હેવાનીયતની ચાડી ખાય છે. આ ઘટના જિલ્લાના બદોસા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પતિ અને સાસરિયાઓએ મહિલાની હત્યા કર્યાની પોલીસને આશંકા છે. આ કેસ બદોસા પોલીસ સ્ટેશન વિસ્તાર આવતા બંગાલીપુરા ગામનો છે. અહીં સોમવારે સવારે એક ૨૭ વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાનો શરીર એક ખેતરમાંથી મળી આવ્યો હતો. મહિલાના શરીર પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યાં છે. ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે મહિલાની આંખો કાઢી લેવામાં આવી હતી. સૂચના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશનો કબજો લઇને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસને આશંકા છે કે મહિલાના પતિ અને સાસરિયાના લોકોએ મહિલાની હત્યા કરી નાખી છે. બનાવ બાદ મહિલાનો પતિ ફરાર થઈ ગયો છે. એએસપી મહેન્દ્ર પ્રતાપે જણાવ્યું કે ૨૬થી ૨૭ વર્ષની મહિલાની હત્યા કરવામાં આવી છે. સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તપાસમાં માલુમ પડ્યું છે કે મહિલાનો મૃતદેહ તેના ઘરથી ૫૦૦ મીટર દૂર ખેતરમાં પડ્યો હતો. પ્રારંભિક તપાસમાં ગામ લોકો પાસેથી જાણવા મળ્યું છે કે મૃતકનો તેની સાસુ સાથ ઝઘડો ચાલતો હતો. ઘટના બાદ મહિલાનો પતિ ફરાર થઈ ગયો છે. મામલાની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં મહિલાઓ પર અત્યાચારની અનેક ઘટના સામે આવી છે. જેમાં સૌથી ચર્ચાસ્પદ ઘટના હાથરસની છે. જેમાં એક યુવતી પર કથિત રીતે ચાર લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદમાં તેણી સાથે મારપીટ કરવામાં આવી હતી. યુવતીનું સારવાર દરમિયાન હૉસ્પિટલમાં નિધન થઈ ગયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here