હાથરસ કાંડની તપાસમાં સીબીઆઈને લઇ ચોંકાવનારી માહિતી સામે આવી

0
15
Share
Share

લખનઉ,તા.૯

હાથરસ કેસની તપાસ સીબીઆઈ કરશે કે કેમ તે અંગે શંકા છે. યુપી સરકાર દ્વારા તપાસના પ્રસ્તાવને પાંચ દિવસ થયા છે. સીબીઆઈ તરફથી હજુ સુધી તપાસ અંગે કોઈ પ્રતિક્રિયા મળી નથી. આ કેસમાં સીબીઆઈની આ શિથિલતાને લઇ અનેક સવાલો ઉભા કરવાનું શરૂ કરી દીધું છે. દરખાસ્ત મોકલવામાં આવી હોવા છતાં ના તો સીબીઆઈએ આ કેમાં હજી સુધી એફઆઈઆર નોંધાવી નથી કે સીબીઆઈ અધિકારીઓએ અત્યાર સુધીમાં આ ઘટનાને લગતા દસ્તાવેજો સ્થાનિક પોલીસ પાસેથી મંગાવ્યા નથી.

શાસનના ઉચ્ચસ્તરીય સૂત્રો કહે છે કે તેઓ સીબીઆઈના વલણની રાહ જોઈ રહ્યા છે. ૧૨ ઓક્ટોબરના રોજ હાથરસ ઘટના સંબંધિત અરજીઓની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. શાસને હાથરસ કાંડમાં પ્રથમ ત્રણ સભ્યોની એસઆઈટીની રચના કરી હતી. એસઆઈટીના પ્રારંભિક અહેવાલના આધારે હાથરસના તત્કાલીન એસપી સહિત પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. શનિવારે મુખ્યમંત્રીએ અધિક મુખ્ય સચિવ અને ડીજીપીને સ્થળ પર મોકલ્યા હતા. પીડિતાના પરિવારે બંને અધિકારીઓને આ મામલાની તપાસ સીબીઆઈ પાસે કરવાની વિનંતી કરી, જેના આધારે મુખ્યમંત્રીએ ભલામણ કરી કે તે જ દિવસે સીબીઆઈ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવે.

સીબીઆઈ તપાસની ભલામણ અંગે માહિતી આપતાં અધિક મુખ્ય સચિવ ગૃહ અવનિશકુમાર અવસ્થીએ કહ્યું હતું કે સીબીઆઈ તપાસને લગતી તમામ ઔપચારિકતાઓ એ જ દિવસે પૂરી કરી દેવાઇ હતી. જ્યારે સીબીઆઈએ પાંચ દિવસ બાદ પણ તપાસનો જવાબ આપ્યો ન હતો. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા આ મામલાની તપાસ માટે રચાયેલી એસઆઈટીને દસ દિવસનો વધુ સમય આપવાથી મૂંઝવણ વધી છે. એસઆઈટીએ ગુરુવારે પીડિતાના ગામના ચાલીસ લોકોને નોટિસ ફટકારી હતી અને હાથરસ પોલીસ લાઇન્સ પૂછપરછ માટે બોલાવ્યા હતા અને તેમના નિવેદનો નોંધ્યા હતા. તેમાં ગામના લોકો સામેલ છે જેઓ ઘટના સ્થળની આસપાસ પોતાના ખેતરો પર કામ કરતા હતા અથવા તો પછી અંતિમ સંસ્કારના સમયે સ્થળ પર હાજર હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here