હાઈકોર્ટે આઈટી રિટર્ન મુદ્દત મુદ્દે નાણા મંત્રાલયને ૧૨મી સુધીમાં નિર્ણય લેવા આદેશ આપ્યો

0
21
Share
Share

અમદાવાદ,તા.૯

કોરોના મહામારી વચ્ચે ઈન્કમટેક્સ રિટર્ન અને ટેક્સ ઓડિટ રિપોર્ટની મુદ્દત લંબાવવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરાયેલી અરજી પર જસ્ટિસ જે.બી. પારડીવાલા અને ઇલેશ વોરાએ કેન્દ્રીય નાણાં મંત્રાલયને ૧૨મી જાન્યુઆરી સુધી આ મામલે નિણર્ય લેવાનો આદેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટેની ડિવિઝન બેંચે કહ્યું કે, કોઈપણ નિણર્ય લેતા પહેલા કોરોના મહામારીને લીધે ટેક્સ વિભાગના અધિકારીઓને ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધી લંબાવી આપી છે. તેને ધ્યાનમાં લેવી જોઈએ અને જો આવું છે, તો કાયદાની આધીન રહીને યોગ્ય રાહત અંગે નિણર્ય લેવો જોઈએ. કોર્ટે આ કેસમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સ અને કમિશનર ઓફ ઇન્કમ ટેક્સના વકીલોને આ કેસમાં કોઈ નિર્ણય લેવાય તો આગામી મુદત સુધીમાં જાણ કરવાનો આદેશ કર્યો હતો. કોર્ટે કેન્દ્રીય નાણાં મંત્રાલયને ૧૨મી ઓક્ટોબરના આવેદન પત્ર અંગે પણ કાયદાની આધીન રહીને યોગ્ય નિણર્ય લેવાનો નિર્દેશ કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે, કેન્દ્રીય નાણાં મંત્રાલય આ મુદ્દે જે પણ નિણર્ય લે તેમાં કરદાતાઓને હેરાનગતિનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન રાખવું જોઈએ. આ મામલે વધુ સુનાવાની ૧૩મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ થવાની શકયતા છે. જણાવી દઈએ કે, હાલમાં જ આવકવેરા વિભાગ દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત ૩૧મી ડિસેમ્બરથી વધારીને ૧૦મી જાન્યુઆરી ૨૦૨૧ કરવામાં આવી છે. આ ઉપરાંત એવી કંપનીઓ કે જેમને ઇન્કમટેક્સ ફાઇલ કરવા માટે ઓડિટ રિપોર્ટની જરૂર પડે છે તેમના માટે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ની ઇન્કમટેક્સ રિટર્નની મુદત વધારીને ૧૫મી ફેબ્રુઆરી ૨૦૨૧ કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here