હાઇપ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં મુંબઇના પ્રખ્યાત મુચ્છડ પાનવાલાનું નામ આવ્યું સામે

0
32
Share
Share

મુંબઇ,તા.૧૧

મુંબઇમાં ડ્રગ્સની તસ્કરીની જાળ ફેલાતી જ જઇ રહી છે. એનસીબીની તપાસમાં નવું નામ જોડાઇ રહ્યું છે. હવે મુંબઇના ફેમસ મુચ્છડ પાનવાલાનું નામ આ કેસ સાથે જોડાઇ રહ્યું છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ કેસમાં મુચ્છડ પાનવાલાના માલિકને સમન્સ મોકલીને પૂછપરચ્છ માટે બોલાવ્યા છે.

તાજેતરમાં જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે અને ૨૦૦ કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ કેસમાં એનસીબીને બે દિવસ પહેલાં જ અભિનેત્રી દીયા મિર્ઝાના એક્સ મેનેજર રાહિલા ફર્નીચરવાલા અને એક બ્રિટિશ નાગરિકની ધરપકડ કરી છે.

આ લોકોની પૂછપરચ્છ દરમ્યાન મુચ્છડ પાનવાલાનું નામ સામે આવ્યું છે. એનસીબીને શંકા છે કે બંને આરોપી મુચ્છડ પાનવાલાને ડ્રગ્સની સપ્લાય કરતાં હતા. આ માહિતી બાદ હવે મુચ્છડ પાનવાલા એનસીબીની રડાર પર છે. એનસીબીના અધિકારી હવે આ પાન દુકાનના માલિકની પૂછપરચ્છ કરશે. આરોપ છે કે અહીં પાનમાં ડ્રગ્સને મિશ્રિત કરી અપાય છે. આ દુકાન દક્ષિણ મુંબઇમાં કેમ્પ કોર્નરમાં આવેલ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપી મુચ્છડ પાનવાલાને ડ્રગ્સની સપ્લાય કરતા હતા. ડ્રગ્સ અને પાનવાળાનું કનેકશન કોઇ નવું નથી. પહેલાં પણ કેટલીય વખત એવા કિસ્સા સામે આવ્યા છે જ્યારે પાન વેચનારાઓને ડ્રગ્સ વેચવા માટે ધરપકડ કરાઇ ચૂકયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here