હાઇકોર્ટે હાર્દિક પટેલની સુનાવણી રાખી અરજન્ટ

0
15
Share
Share

અમદાવાદ,તા.૨૩

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે અરજન્ટ સુનાવણી રાખી છે. જસ્ટીસ રાજેન્દ્ર સરીને રાજ્ય સરકાર તેમજ અમદાવાદ ડીસીપી પોલીસ સ્ટેશનને નોટિસ પાઠવી છે. હાર્દિક પર રાજદ્રોહનો કેસ ચાલતો હોવાથી પોલીસ અને કોર્ટની પરવાનગી વગર ગુજરાતની હદ છોડવાની તેમને મનાઇ છે.

આ પહેલા સેશન્સ કોર્ટે પણ હાર્દિકને ગુજરાતની હદ છોડવા મુદ્દે ના પાડી હતી. મહત્વનું છે કે હાર્દિક પટેલે ચૂંટણી પ્રચાર માટે બિહાર જવા માટે મંજૂરી માંગી છે. હાર્દિકે કોર્ટને જણાવ્યું કે હું કોંગ્રેસનો સ્ટાર પ્રચારક હોવાથી મને ૧૨ દિવસ માટે બિહાર ચૂંટણીમાં પ્રચાર કરવા જવાની મંજૂરી આપો. કોર્ટે હાર્દિકની અરજી પર આગામી ૨૭મીએ અરજન્ટ સુનાવણી રાખી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here