મુંબઈ,તા.૨૦
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ એક જૂની તસવીર શેર કરી છે. જેને લઇને તે ચર્ચામાં છે. આ તસવીરમાં હસીન જહાં ટોપલેસ છે અને તેનો પતિ મોહમ્મદ શમી તેમને પકડી રહ્યો છે. તેમજ કેપ્શનમાં તેણે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને તેની પત્ની કરીના કપૂરને પણ નિશાન બનાવ્યા છે. હસીન જહાં પણ કરીના કપૂર અને તેના પતિ સૈફ અલી ખાનની એક ટોપલેસ તસવીર તેમના ટોપલેસ ફોટો સાથે શેર કરી છે. બંને તસવીરો સમાન છે. તસવીર શેર કરતી વખતે હસીન જહાંએ લખ્યું, “તુમ કરો તો રાસલીલા હમ કરે તો કેરેક્ટર ઢીલા”????????” લોકો હસીન જહાંની આ પોસ્ટ પર વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે અને કેટલાક લોકો તેમને સલાહ પણ આપી રહ્યા છે.
આ તસવીર હસીન જહાં પહેલીવાર શેર કરી હતી જ્યારે મોહમ્મદ શમી સાથે વિવાદ ચાલી રહ્યો હતો તસવીર શેર કરતી વખતે તેણે લખ્યું હતું કે કાલે તુ કઇ ન હતો તો હું પાક હતી આજે તું કંઇક બની ગયો છે તો હું નાપાક થઇ ગઇ..ખોટાનો પડદો નાખી પડદા વગરના સત્યને લૂંછી શકાતું નથી. મગરમચ્છના આંસુ થોડાક દિવસ સુધી સહારો આપે છે. જણાવી દઈએ કે હસીન જહાં અને તેના પતિ મોહમ્મદ શમી ઘણા લાંબા સમયથી અલગ હતા. આ બંનેના લગ્ન ૭ એપ્રિલ ૨૦૦૭ ના રોજ થયા હતા.
લગ્ન પછીના કેટલાક દિવસો સુધી બધું બરાબર ચાલ્યું હતું, પરંતુ અચાનક એક દિવસ હસીન જહાંએ મોહમ્મદ શમી અને તેના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા. જોકે, મોહમ્મદ શમીએ તમામ આરોપોને એકદમ નકારી દીધા છે. તેમનો વિવાદ હજી પૂરો થયો નથી કારણ કે હસીન જહાં કેટલીક વાર એવી કેટલીક તસવીરો શેર કરે છે જેનાથી તેમના સંબંધોની યાદો તાજા થઇ જાય છે.