હવે સમાજ અને ધર્મના નામે વિશ્વાસમાં લઇ યુવક સાથે છેતરપિંડી

0
15
Share
Share

દરિયાપુર,તા.૮

ક્રેડિટ કે ડેબિટ કાર્ડના નવ ટાઈમ પાસવર્ડ નંબર માંગી ઓનલાઇન ખરીદી કરી છેતરપિંડીના કિસ્સાઓ વધી છે. શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતા યુવકે બેંકના કાર્ડ પર ફોન લીધો હતો. તેના હપ્તા ચાલુ કરવા માટે ઓટીપી નંબર લઈ ઓનલાઇન ખરીદી કરી છેતરપિંડી કરવામાં આવી હતી. યુવકે ઓટીપી નંબર કેમ જોઈએ છીએ કહ્યું હતું તો સામે ગઠિયાએ પોતે એક જ ધર્મ અને સમાજનો છે કહી વિશ્વાસમાં લઇ લીધો હતો.

સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દરિયાપુરમાં મોટી અલીની પોળમાં મોહંમદ અયાઝે ૨૦૧૯માં આશ્રમ રોડ ખાતે એક એસી ખરીદવા આઈડીએફસી ફસ્ટ બેંકની લોન કરાવી હતી અને બેંકે તેને ક્રેડિટ કાર્ડ આપ્યું હતું. ગ્રાહકને કંપની કાર્ડ નહીં પરંતુ ઓનલાઇન એપ્લિકેશન પર બધી વિગત આપવામાં આવે છે. ગત ઓગસ્ટ માસમાં મહંમદ અયાઝે આઈડીએફસી ફસ્ટ બેંકના કાર્ડથી મોબાઈલ ફોન ખરીદી કર્યો હતો.

ચાર દિવસ બાદ તેના મોબાઈલ પર ફોન આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ પોતે બેંકમાંથી બોલતો હોવાનું કહી ફોનનો હપ્તો ચાલુ કરવા માટે ઓટીપી નંબર માંગ્યો હતો. હપ્તા ચાલુ કરવા કેમ ઓટીપી જોઈએ પૂછતાં વ્યક્તિએ પોતે સમાજનો અને ધર્મનો છે તેમ કહી વિશ્વાસમાં લીધો હતો. જેથી ઓટીપી નંબર આપી દીધો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here