હવે વડોદરામાં પણ ૧૭ જેટલા ધનવંતરી રથ શરૂ કરાશે

0
14
Share
Share

વડોદરા,તા.૩૦

કોરોનાના વધતા કેસો વચ્ચે તંત્ર પણ નિંદ્રામાંથી જાગ્યું છે. વડોદરાની ઓ.એસ.ડી ડો.વિનોદ રાવે ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે ફરજ પરના અધિકારીઓ અને ડોકટરો સાથે ખાસ મીટિંગ કરી હતી.જેમાં અમદાવાદની જેમ વડોદરામાં પણ ધનવંતરી રથ શરૂ કરવા પર ચર્ચા થઈ હતી. જેમાં વડોદરામાં ૧૭ જેટલા રથ શરૂ કરવામાં આવશે.

આ ધનવંતરી રથમાં ડોકટર, ફાર્મસી અને લેબ ટેક્નિશિયન ,હાજર રહી બ્લડ સેમ્પલ સાથે લોકોના આરોગ્યની ચકાસણી કરશે. આગામી દિવસોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધશે ત્યારે ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં બીજા ૨૫૦ બેડ વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી. ચોથા અને પાંચમા માળે નવા બેડની વ્યવસ્થા કરવામાં આવશે. આજે ઓએસડી વિનોદ રાવે સ્થળની પણ મુલાકાત લઈ ખામીઓને દૂર કરી જરૂરી સુવિધા માટે સૂચનાઓ આપી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here