હવે રાજ્યો પણ શેરડીની લઘુત્તમ ખરીદ કિંમત નક્કી કરી શકશેઃ સુપ્રિમ કોર્ટ

0
140
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૨

સુપ્રીમ કોર્ટે શેરડીની ખરીદ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોર્ટના નિર્ણય મુજબ હવે જે તે રાજ્યો પણ શેરડીની લઘુતમ ખરીદ કિંમત નક્કી કરી શકે છે. જો તે કેન્દ્ર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ કરતા વધારે પણ હોય તો તેમાં કોઈ સમસ્યા નથી. ૨૦૦૫માં દાખલ કરેલી એક અરજી પર સુનાવણી દરમિયાન આ નિર્ણય કરવામાં આવ્યો છે.

મિલ માલિકોએ જણાવ્યું હતું કે ભાવ નક્કી કરવાનો અધિકાર ફક્ત કેન્દ્ર પાસે છે. કેન્દ્ર સરકાર શેરડીના એફઆરપી નક્કી કરે છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં એફઆરપી આપવામાં આવે છે. જ્યારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં રાજ્ય સરકાર રાજ્ય સમર્થિત ભાવ નક્કી કરે છે.

એસએપી સામાન્ય રીતે એફઆરપી કરતા વધારે હોય છે. આ કારણોસર વેસ્ટ ઉત્તર પ્રદેશ સુગર મિલ્સ એસોસિએશને ૨૦૦૫માં એક અરજી દાખલ કરી હતી. તેના પર સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી કહ્યું છે કે હવે દરેક રાજ્ય શેરડીના લઘુત્તમ ખરીદ કીંમતનો નિર્ણય કરી શકે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here