હવે મુંબઈ અને દિલ્હી જવા રોજ વિમાન મળશે

0
24
Share
Share

રાજકોટ,તા.૨૦
રાજકોટવાસીઓને દિવાળીની ભેટ મળી હોય એમ હવે રાજકોટથી દિલ્હી જવા આગામી તારીખ ૨૨ને રવિવારથી એર ઇન્ડિયાની ફ્લાઈટ દરરોજ ઉડાન ભરશે. રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ અત્યાર સુધી સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ભરી રહી હતી, પરંતુ હવે રવિવારથી દરરોજ ઉડાન ભરશે. રાજકોટથી દરરોજ સાંજે ૫ કલાકે એર ઇન્ડિયાની ફ્લાઈટ દિલ્હી જવા ટેકઓફ થશે અને ૬.૪૫ કલાકે દિલ્હી પહોંચશે. રાજકોટવાસીઓને હવે દિલ્હી અને મુંબઈ જવા દરરોજ ફ્લાઈટ મળશે.
રાજકોટથી મુંબઈ સ્પાઈસ જેટ દરરોજ ફ્લાઈટ ઉડાવી રહ્યું છે હવે એર ઇન્ડિયાએ પણ રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ દરરોજ ઉડાવવાનો નિર્ણય કરતા લોકોને મુંબઈ અને દિલ્હી જવા હવે દરરોજ ફ્લાઈટ મળશે. દિવાળીના તહેવારોને કારણે એર ઇન્ડિયા દ્વારા અઠવાડિયામાં બે ફ્લાઇટની બદલે ચાર ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી જેમાં મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શનિવાર એમ ચાર દિવસ શરૂ કરાયેલી ફ્લાઇટ દરરોજ ભરચક રહી હતી અને સારો એવો ટ્રાફિક મળતા હવે નવા વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ પેસેન્જર્સને દિલ્હી જવા માટે હાલાકી વેઠવી નહીં પડે કારણ કે,
૨૨ નવેમ્બરથી એર ઇન્ડિયા દ્વારા દરરોજ ફ્લાઇટ ઉડાન ભરશે. ઓક્ટોબર મહિનામાં રાજકોટથી મુંબઈ અને દિલ્હી જવા માટે પુરજોશમાં બુકિંગ હતું. ટ્રાફિકને પહોંચી વળવા માટે એર ઇન્ડિયા દ્વારા ૭ નવેમ્બરથી વધુ બે ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી હવે દરરોજ હવાઈ સેવા શરૂ રહેશે. દિલ્હીની ફ્લાઈટ શરૂ થતાં ખરીદી કરવા જતાં વેપારીઓનો સમય બચશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here