હવે ભારતમાં પ્રાઈવેટ કંપની પણ બનાવી શકશે રોકેટ અને સેટેલાઈટ

0
16
Share
Share

ભારતના ઔદ્યોગિક ક્ષેત્રમાં સ્પેસ સેક્ટર મહત્વની ભૂમિકા ભજવશેઃ સિવન

બેંગ્લુરુ,તા.૨૫

આવનારા દિવસોમાં હવે ભારતમાં પણ અંતરિક્ષના ક્ષેત્રમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનએ જાહેરાત કરી છે કે હવે પ્રાઇવેટ કંપનીઓ પણ રોકેટ અને સેટેલાઇટ બનાવી શકે છે. ઇસરોના ચેરમેન કે. સિવને જણાવ્યું કે, હવે સ્પેસ સેક્ટરને પ્રાઇવેટ કંપનીઓ માટે ખોલી દેવામાં આવશે. નોંધનીય છે કે, આ વર્ષે નાસાએ પહેલીવાર પ્રાઇવેટ કંપની સ્પેસએક્સના અંતરિક્ષયાનથી બે લોકોને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલ્યા છે.

ઇસરોના ચેરમેન કે. સિવને ગુરુવારે કહ્યું કે, ખાનગી ક્ષેત્રને હવે રોકેટ અને સેટેલાઇટ બનાવવા અને પ્રક્ષેપણ સેવાઓ પૂરી પાડવા જેવી અંતરિક્ષ સંબંધિત પ્રવૃત્તિઓની મંજૂરી આપવામાં આવશે. તેઓએ કહ્યું કે ખાનગી ક્ષેત્ર ઇસરોના અંતરગ્રહીય મિશનનો પણ હિસ્સો બની શકે છે. જોકે સિવને જણાવ્યું કે ઇસરોનું કામ ઓછું નહીં થાય, ઇસરો તરફથી રિસર્ચ અને વિકાસના કામ સતત થતા રહેશે.

નોંધનીય છે કે, છેલ્લા થોડા વર્ષોથી પ્રાઇવેટ કંપનીઓ ઇસરોને કમ્પોનન્ટ્‌સ અને બીજો સામાન પૂરો પાડતી રહી છે. સિવને કહ્યું કે, અંતરિક્ષ અનુસંધાનના ક્ષેત્રમાં હવે રોજગારની શક્યતા વધશે. આ ઉપરાંત આ સેક્ટરમાં ગ્રોથની પણ સારી શક્યતા છે. નોંધનીય છે કે અમેરિકા, ચીન અને યૂરોપના અનેક દેશોમાં અંતરિક્ષને લઈને થઈ રહેલા અનુસંધાનમાં પહેલાથી જ પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી રહી છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે કેબિનેટે અંતરિક્ષ સાથે જોડાયેલી ગતિવિધિમાં પ્રાઈવેટ ક્ષેત્રની ભાગીદારીને મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જાણકારી આપતાં કહ્યું કે તેનાથી ફક્ત આ ક્ષેત્રમાં વધારો થશે પણ સાથે ભારતીય ઉદ્યોગ વિશ્વની અંતરિક્ષ અર્થવ્યવસ્થામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી શકશે. તેની સાથે પ્રાદ્યોગિકીના ક્ષેત્રમાં મોટા પાયા પર રોજગારની સંભાવના છે અને ભારત એક ગ્લોબલ ટેકનીક પાવર હાઉસ બની રહ્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here