હવે ફિલ્મ લક્ષ્મી બોમ્બ સીધી ડિઝની હોટસ્ટાર પર રજૂ થશે

0
9
Share
Share

મુંબઈ, તા. ૩૦

ઘણા લાંબા સમયથી ચર્ચા હતી કે અક્ષય કુમારનું અત્યાર સુધીનું સૌથી અનોખું પાત્ર ધરાવતી ફિલ્મ ’લક્ષ્મી બોમ્બ’ સીધી ડિઝની હોટસ્ટાર પર રજૂ થશે. આજે ડિઝની હોટસ્ટારે આ ફિલ્મની રજૂઆતની સત્તાવાર રીતે તેમજ ૬ વધુ ફિલ્મો સીધી તેમના પ્લેટફોર્મ પરથી રિલીઝ થશે તેવી જાહેરાત કરી હતી. ડિઝની હોટસ્ટાર પર સીધી રિલીઝ  થનારી સાત ફિલ્મોમાં અજય દેવગન, સોનાક્ષી સિંહા, સંજય દત્ત અભિનીત યુદ્ધ નાટક ફિલ્મ ’ભુજ-ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા’ ઉપરાંત અક્ષય કુમારની ’લક્ષ્મી બોમ્બ’, અભિષેક બચ્ચન સ્ટારર ’ધ બિગ બુલ’, વિદ્યુત જામવાલની એક્શન થ્રીલર ફિલ્મ ’ખુદા હાફિઝ’ અને કુણાલ ખેમુ-રસિકા દુગ્ગલ સ્ટારર ’લૂટકેસ’  અને મહેશ ભટ્ટની ૨૨ વર્ષ પછી આવનારી ફિલ્મ સડક ૨ સામેલ છે. સ્વર્ગીય સુશાંત રાજપૂતની ફિલ્મ ‘દિલ બેચારા’ પણ હૉટસ્ટાર પર રજૂ થશે જેની જાહેરાત થઈ ચૂકી છે. આ તમામ ફિલ્મો ૨૪ જુલાઈથી ઓક્ટોબરની વચ્ચે રિલીઝ થશે. વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સ દ્વારા અક્ષય કુમાર, અજય દેવગન, આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન અને સ્ટાર ઈન્ડિયા અને ધ વૉલ્ટ ડિઝની કંપની ઈન્ડિયાના વડા ઉદય શંકરની હાજરીમાં આ ફિલ્મોની રિલીઝની ઘોષણા કરવામાં આવી હતી. અગાઉ તમામ સ્ટાર્સે તેમની ફિલ્મ્સના પોસ્ટર પણ જાહેર કર્યા અને ડિજિટલી તે લોકો સુધી પહોંચશે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.  આ વર્ચુઅલ પ્રેસ મીટીંગનું સંચાલન અભિનેતા વરૂણ ધવન કરી રહ્યા હતા અને ફિલ્મોને લગતા તમામ સ્ટાર્સને જરૂરી સવાલો પણ કર્યા. આ પ્રસંગે અક્ષય કુમારે કહ્યું હતું કે કોઈ પણ ફિલ્મ રિલીઝ કરવાનો પ્રથમ અધિકાર થિયેટરો પાસે છે, પરંતુ તેઓને આ વખતે અફસોસ છે કે સંજોગો બદલાઈ ગયા છે અને આ સ્થિતિમાં જો લોકોનેર્ ં્‌્‌ પ્લેટફોર્મ પર તેમની ફિલ્મ જોવામાં ખુશી થશે તો જો તેઓ છે, તો તેઓ પણ ખુશ થશે.અજય દેવગને કહ્યું કે ’તાનાજી’ પછી, ૧૯૭૧ ના યુદ્ધની પૃષ્ઠભૂમિ પર નિર્ધારિત ’ભુજ – ધ પ્રાઈડ ઈન્ડિયા’માં ફરી એક વખત તે વાસ્તવિક જીવનનું પાત્ર ભજવવાના છે અને તે આ અંગે એક્સાઈટેડ છે.’સડક ૨’ વિશે વાત કરતા આલિયા ભટ્ટે કહ્યું કે તે હંમેશાથી તેના પિતા સાથે કામ કરવા ઈચ્છતી હતી અને આ એક ઈમોશનલ એક્સપિરીયન્સ હતો. સડક ફિલ્મમાં સદાશિવ અમરાપુરકરનો મહારાણીનો રોલ લોકોને યાદ રહી ગયો છે અને આ ફિલ્મમાં પણ વિલન યાદગાર જ પાત્ર છે.

આલિયાએ વેબ સિરીઝમાં મોકો મળે તો કામ કરવાની ઈચ્છા પણ દર્શાવી. અભિષેક બચ્ચને ‘ધી બિગ બુલ’ ફિલ્મની વાત કરતાં કહ્યું કે આ ફિલ્મ મહેનતનાં સારા પરિણામ દર્શાવનારી છે. આ પ્લેટફોર્મ્સને કારણે સિનેમાનો આકાર બહોળો થાય છે તેમ ઉદય શંકરે ટિપ્પણી કરી હતી.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here