હવે પોરબંદર જિલ્લામાં કરી શકાશે કોરોનાનો ટેસ્ટ

0
11
Share
Share

પોરબંદર,તા.૨૨

વિશ્વભરમાં કોરોના વાઇરસની મહામારી ફેલાઇ છે, ત્યારે કોરોના અંગેના ટેસ્ટિંગ માટે ગુજરાતમાં માત્રને માત્ર અમદાવાદ અને જામનગરમાં જ કોરોના અંગેની તપાસ કરવામાં આવતી હતી. પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના અમુક જિલ્લાઓમાં મશીન ફાળવવામાં આવ્યા છે. જેનાથી કોરોના ટેસ્ટ શક્ય બનશે. પોરબંદરમાં આવેલી સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં રાજય સરકાર દ્વારા િંે હીં કપંનીના બે મશીનની ફાળવણી કરવામાં આવી છે. સોમવારથી આ મશીનમાં કોરોના ટેસ્ટિંગનું કાર્ય શરૂ થશે. અંદાજિત ૧૫ લાખના મશીનમાં ઝડપથી કોરોનાનું ટેસ્ટિંગ થઈ શકશે. પોરબંદર જિલ્લાના દર્દીઓના રિપોર્ટ અગાઉ જામનગર મોકલાવામાં આવતા અને જેમાં ૨૪ કલાક જેટલો સમય લાગતો હતો. હવે માત્ર ૯૦ મિનિટમાં કોરોના અંગેનો ખ્યાલ આવી જશે. જેથી સમયનો બચાવ થશે અને દર્દીઓને જલ્દી સારવાર મળશે તેમ સરાકરી હોસ્પિટલના અધિકારી જેડી પરમારે જણાવ્યું હતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here