હવે નહીં રહે પાર્કિંગની સમસ્યા, AMDAPARK એપ્લિકેશનથી એડવાન્સ બુકિંગ કરાવી શકાશે

0
16
Share
Share

અમદાવાદ,તા.૧૬

અમદાવાદઓને પાર્કિગની ચિંતામાંથી મળશે મુકિત, ઘરની બહાર નિકળ્યા બાદ અમદાવાદઓને કાર પાર્કિગની ચિંતા વધુ સતાવતી હોય છે, જો કે ચિંતાનો અંત આવ્યો છે, અમદાવાદ કોર્પોરેશન દ્વારા AMDAPARK નામની એક એપ્લિકેશન બનાવવામાં આવી છે, જેમાં ઘરેથી બહાર નિકળતા પહેલા જ તમારી ગાડીનું પાર્કિગ બુક કરાવી શકશો, ભારતમાં પ્રથમ વખત આ સ્માર્ટ એપ્લિકેશન દ્વારા અમદાવાદના ૧૨૫ સ્થળો માટેની પાર્કિગની માહિતી મળશે, હાલમાં ૧૦ સ્થળો પરની પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે, ટુંકા ગાળામાં ૧૨૫ સ્થળોની માહિતી ઉપલબ્ધ બનશે.

Show my parking કંપની દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કોન્ટ્રાકટ કરીને એપ્લિકેશન ચાલુ કરવામાં આવી છે બે કલાકના ફોર વહીલર ના ૧૫ રૂપિયા અને ટુ વહીલર ના ૫ રૂપિયા ભાવ રાખવામાં આવ્યો છે.

શિવરંજની ક્રોસ રોડ અંડરબ્રિજ પાર્કિંગ., ઇન્કમ ટેક્સ ફ્લાઈ ઓવર બ્રિજ પાર્કિંગ , નારણપુરા છઈઝ્ર બ્રિજ પાર્કિંગ, હેલ્મેટ અંડરબ્રિજ, પાર્કિંગ , સોલા નાનાજી દેશમુખ અંડરબ્રિજ પાર્કિંગ, ગોતા સુંદરસિંહ ભંડારી અંડરબ્રિજ પાર્કીંગ, રાણીપ રેલવે ઓવરબ્રિજ પાર્કિંગ, સોનીની ચાલી ક્રોસ રોડ અંડરબ્રિજ પાર્કીંગ , જશોદાનગર ક્રોસ રોડ બ્રિજ પાર્કિંગ, હાટકેશ્વર બ્રિજ પાર્કીંગ, ઠક્કરબાપા બ્રિજ પાર્કીંગમાં આ એપ્લિકેશન દ્વારા પાર્કિંગ બૂક કરાવી શકાશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here