હવે ચીનને યુદ્ધ પોષાય તેમ નથી

0
15
Share
Share

ભારતની સાથે સરહદી યુદ્ધની સ્થિતીમાં ચીનનુ પતન થઇ શકે છે
સરહદી વિવાદ વચ્ચે ભારતીય મહાકાય બજાર જો ચીન ગુમાવે તો તેની કમર તુટી શકે છે : હથિયારો, ટેકનોલોજીમાં પણ ભારત પાછળ નથી
સરહદ પર ચીનની હરકત પર ભારત દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. હાલમાં લડાખ ખાતે ગલવાન ખીણમાં ભારત અને ચીનના જવાનો આમને સામને આવી ગયા હતા. તેમની વચ્ચે જોરદાર લોહિયાળ સંઘર્ષ થયુ હતુ. જેમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હતા. ત્યારબાદથી ભારત અને ચીન વચ્ચે વિખવાદની સ્થિતી રહેલી છે. બંને દેશો દ્વારા જુદા જુદા પગલા લેવાામં આવી રહ્યા છે. એકબાજુ ભારતે ચીનની ટિક ટોક સહિત ૫૯ એપ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. સાથે સાથે અન્ય ચીનની કંપનીઓ પર પણ બ્રેક મુકવામાં સફળતા મેળવી છે. બીજી બાજુ ચીન દ્વારા પણ તેની ગતિવિધી જારી રાખી છે. સરહદ પર જવાનો, યુદ્ધ વિમાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. યુદ્ધના માહોલમાં તમામ નિષ્ણાંતો માની રહ્યા છે કે ચીનને હવે યુદ્ધ ભારત સાથે પોષાય તેમ નથી. ચીનને ભારત સાથે કોઇ પણ દુસાહસ ભારે પડી શકે છે. કારણ કે તેના કારોબારને કોઇ પણ સાહસ ખતમ કરી શકે છે. હરકત સરહદી વિવાદ મામલે ચીનના વલણથી દુનિયાના દેશો હેરાન છે. જ્યારે આ મામલે જાપાન સહિતના દેશો ભારતની સાથે ઉભા છે. બીજી બાજુ તમામ પડોશી દેશ સાથે ચીન સરહદી પ્રશ્ન અને વિવાદ ધરાવે છે. ભુટાન પણ તેનાથી પરેશાન છે. દક્ષિણ ચીન પર ચીનના દાવાને ફગાવી દેવામાં આવ્યા બાદ તે વધારે આક્રમક નિતી અપનાવવા માટે ઇચ્છુક છે. કારણ કે ચીનને ચીનની ભાષામાં જ જવાબ આપવા માટે ભારતે પણતેના પડોશી દેશ મંગોલિયા, દક્ષિણ કોરિયા, ફિલીપાઇન્સ અને વિયતનામ જેવા દેશો સાથે સંબંધને વધારે મજબુત કરવાની તૈયારી કરી લીધી છે. ચીનને હવે કોઇ પણ સાહસ પોષાય તેમ નથી. ભારત સાથે કોઇ સરહદી યુદ્ધ લડવાની સ્થિતીમાં તેનુ જ પતન થઇ શકે છે. તે માટીમાં મળી શકે છે. કારણ કે તેની આર્થિક સ્થિતી પહેલાથી જ કથળી રહી છે. સાથે સાથે તે ભારતીય માર્કેટને ગુમાવે તેમ પણ ઇચ્છશે નહી. કારણ કે આના કારણે તેને આર્થિક રીતે પણ ભારે નુકસાન થઇ શકે છે. હથિયારો અને ટેકનોલોજીના મામલે હવે ભારત પાછળ નથી તે વાત પણ ચીન સારી રીતે જાણે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનને તેની ભાષામાં જવાબ આપવા આંતરિક નિતી તૈયાર કરી રહ્યા હોવાના હેવાલ છે. હાલમાં ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતને સામેલ કરવાને લઇને ચીને વાંધો ઉઠાવ્યા બાદ ભારતે પણ લાલ આંખ કરી છે. જેથી તે ભારત પર રાજદ્ધારી દબાણ લાવવાના પ્રયાસમાં છે. બન્ને દેશો વચ્ચે વિશાળ હિમાલય ક્ષેત્ર છે. જેના કારણે સીમાંકન ખુબ મુશ્કેલ છે. ભારતનુ કહેવુ છે કે ચીન લાઇન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલના પાલન કરીને સંબંધોનને સામાન્ય રાખે તે જરૂરી છે. પરંતુ ચીન આનો વારંવાર ભંગ કરે છે. ઉત્તરાખંડમાં થયેલી ઘુસણખોરીને સરળતાથી લઇ શકાય નહી. ચીનની દુસાહસની ગતિવિધી વધી રહી છે. અલબત્ત બન્ને દેશોને એકબીજાની જરૂર રહેલી છે. એકબાજુ ભારતને ચીન પાસેથી રોકાણની જરૂર છે. તો બીજી બાજુ ચીનને ભારતીય બજારની જરૂર છે. જેથી આક્રમક વલણ અપનાવવાથી સમસ્યાનો ઉકેલ આવશે નહી. જ્યારે પણ ચીની ઘુસણખોરી થાય ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદા. સમક્ષ ભારતે રજૂઆત કરવી જોઇએ. ભારત વૈશ્વિક મંચ પર મજબુત રીતે વધી રહ્યુ છે. સાથે સાથે આર્થિક તાકાત તરીકે ઉભરી રહ્યુ છે ત્યારે ચીનની હાલમાં ઉંઘ હરામ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર દ્વારા હાલમાં જ પહેલ કરવામાં આવી છે તેના કારણે ભારત તરફ વિદેશના દેશો ખેંચાઇ રહ્યા છે. બીજી બાજુ ચીન એનએસજીના મામલે ભારતને સાથ નહી આપવાના પ્રશ્ને પણ ખુલ્લુ પડી ગયુ છે. તેની ખતરનાક ચાલથી માત્ર ભારત જ નહી બલ્કે વિશ્વના દેશો વાકેફ રહ્યા છે દક્ષિણ ચીન દરિયામાં પ્રભુુત્વ જમાવવાની તેની નિતી વર્ષો જુની છે. જ્યારે ભારત શાંતિપૂર્ણ દેશ તરીકે આગળ વધી રહ્યુ છે. રાજદ્ધારી મોરચે ભારતે આક્રમક વલણ હવે અપનાવ્યુ છે. ચીનની દરેક ચાલ પર ભારતની ચાંપતી નજર છે. લડાખમાં રક્તપાત બાદ દબાણ વચ્ચે ચીન નરમ પડ્યુ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here