હવે કંગનાનો જયા બચ્ચન પર પ્રહાર, કહ્યું- તમારા સંતાનો હોત ત્યારે પણ તમે આમ જ કહેત?

0
24
Share
Share

મુંબઈ,તા.૧૫

રાજ્યસભા સાંસદ જયા બચ્ચને કંગના રનૌતનું નામ લીધા વગર તેના પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જયા બચ્ચને કહ્યું હતું, ’જે લોકોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રસિદ્ધિ મેળવી, તેઓ તેને ગટર કહી રહ્યા છે. જયાએ સરકારને અપીલ કરી હતી કે તે આવા લોકોને કહે કે આ પ્રકારની ભાષાનો ઉપયોગ ના કરે. હવે, કંગનાએ જયા બચ્ચનને સામે જવાબ આપ્યો છે અને ટિ્‌વટર પર એક પછી એક એમ ત્રણ ટ્‌વીટ કરી હતી. સંસદમાં જયા બચ્ચનના નિવેદન પર કંગનાએ ટ્‌વીટ કરીને વળતો પ્રહાર કર્યો હતો. તેણે એક ટ્‌વીટમાં કહ્યું હતું,

જયાજી જો મારી જગ્યાએ તમારી દીકરી શ્વેતાને ટીનએજમાં માર મારવામાં આવ્યો હતો, ડ્રગ્સ આપવામાં આવ્યું હોય અને તેનું શોષણ થયું હોત ત્યારે પણ તમે આ જ વાત કહેત? અભિષેક સતત બુલીઈંગ તથા શોષણની વાત કરતો હોત અને એક દિવસ ગળેફાંસો ખાઈ જાત ત્યારે પણ તમે આમ જ કહેત? અમારા પ્રત્યે થોડી તો દયા દાખવો. અન્ય એક ટ્‌વીટમાં કંગનાએ કહ્યું હતું, એક જાણીતા કોરિયોગ્રાફરે કહ્યું હતું, રેપ કર્યો તો શું થયું, ભોજન પણ આપ્યું ને? શું તમે પણ આવું જ કંઈક કહી રહ્યાં છો? પ્રોડક્શન હાઉસમાં વ્યવસ્થિત એચઆર ડિપાર્ટમેન્ટ નથી કે મહિલાઓ ફરિયાદ કરી શકે. પોતાનું જીવ જોખમમાં મૂકીને કામ કરનારા માટે કોઈ સલામતી કે ઈન્શ્યોરન્સ નથી. આઠ કલાકની ડ્યૂટીનો નિયમ પણ પાળવામાં આવતો નથી.’

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here