હવે કંગનાએ બીએમસીને નોટીસ ફટકારી ૨ કરોડ રૂપિયાનું વળતર માગ્યું

0
19
Share
Share

મુંબઈ,તા.૧૫

કંગના રતૌન અને કોન્ટ્રાવર્સી બન્નેને જૂનો સંબંધ છે. આ પહેલાં પણ કંગના ઘણી જગ્યાએ વિવાદમાં આવી ચૂકી છે અને હવે ફરી એકવાર વિવાદમાં આવી છે. જો કે આ વખતે કંગનાનું નામ ખુબ ચર્ચાઈ રહ્યું છે. કંગનાની ઓફિસ પર બીએમસીએ જે રીતે બુલડોઝર ફેરવ્યું એની પણ ભારે ચર્ચાં કરવામાં આવી હતી. જો કે આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો અને બીએમસીની આ કાર્યવાહીને ખોટી ગણાવી તેના પર રોક લગાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પરંતુ જ્યાં સુધી કોર્ટે આ નિર્દેશ આપ્યો ત્યાં સુધી તો કંગનાનું ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું. અને હવે કંગનાએ બીએમસી પાસે ૨ કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે.

શિવસેના નેતા સંજય રાઉત સાથે કંગનાનું વાક યુદ્ધ શરૂ થયું ત્યારથી જ બન્ને વચ્ચે પ્રહારો થઈ રહ્યા છે. તેનું પરિણામ એ આવ્યું કે કંગનાની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ છે એવું કહીને બીએમસીએ તોડફોડ કરી હતી. આ બધું એટલું જલ્દી જલ્દી થઈ ગયું કે રોકવાનો પણ સમય ન મળ્યો. એક દિવસ પહેલાં કંગનાની ઓફિસ પર નોટિલ વગાવવામાં આવી અને માત્ર ૨૪ કલાક પછી તો બીએમસી બુલડોઝર લઈને આવી અને તોડફોટ કરી નાંખી. ત્યારે કંગના પણ મુંબઈમાં મોજુદ નહોતી.

હવે એક મીડિયો રિપોર્ટ અનુસાર કંગનાએ નોટિસ બહાર પાડીને બીએમસી પાસે ૨ કરોડ રૂપિયાનું નુકસાન ભરપાઈ કરવાની ડિમાન્ડ કરી છે. ઉલ્લેખનીય છે કે કંગના આ સંબંધમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત પણ કરી ચૂકી છે. આ પહેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ આ નુકસાન ભરપાઈ દેવડાવવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે કંગનાએ આ બંગલો ૨૦૧૭માં ખરીદ્યો હતો અને આ વર્ષે જાન્યુઆરીમાં જ સજાવીને પુરી કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here