હવે એક સીન બાદ ઉઠી #BoycottNetflix ની માંગ

0
10
Share
Share

મુંબઈ,તા.૩૦

નેટફ્લિક્સ ઇન્ડિયા ફરી એક વાર વિવાદમાં છે. આ વખતે તેની આકરી ટીકા થઈ રહી છે. તેને ટિ્‌વટર પર ટ્રોલ કરવાની સાથે સાથે તેના બોયકોટની પણ માગણી થઈ રહી છે.  આમ થવાનું કારણ છે તેલુગુ ફિલ્મ કૃષ્ણા એન્ડ હીઝ લીલા. કૃષ્ણા એન્ડ હિઝ લીલામાં કૃષ્ણા નામના એક યુવાનની સંખ્યાબંધ અફેરની વાત આવે છે. જેને કારણે દેશભરના લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. લોકો આ રોલ ભજવનારા કૃષ્ણાની સરખામણી ભગવાન કૃષ્ણ સાથે કરી રહ્યા છે. ખાસ વાત તો  એ છે કે ફિલ્મમાં કૃષ્ણાની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનું નામ રાધા છે. આ વાતથી પણ લોકો ભડકી ઉઠ્યા છે. ટિ્‌વટર પર ઈંર્મ્અર્ષ્ઠંંદ્ગીંકઙ્મૈટ ઝડપથી ટ્રેન્ડ થઈ રહ્યું છે.

આ હેશટેગ સાથે લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. લોકોએ કોઈ પણ ધર્મના ભગવાનનું અપમાન નહીં કરવાની અપીલ સાથે નેટફ્લિક્સનો વિરોધ કર્યો છે. તેમનું રહેવું છે કે નેટફ્લિક્સ આ પ્રકારના સેક્સી કન્ટેન્ટ દેખાડીને અમારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યું છે. આ ઉપરાંત ટિ્‌વટર પર મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે વિવાદ પેદા કરવો નેટફ્લિક્સ માટે સામાન્ય બાબત છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here