હળવદ : શિક્ષકના બંધ મકાનમાંથી ૩૧ હજારની મતાની ઘરફોડ ચોરી

0
21
Share
Share

હળવદ તા. ર૬

હળવદ પંથકમાં છેલ્લા દિવસોથી ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે પોલિસના નાઈટ પેટ્રોલીંગ સામે પણ હાલમાં સવાલો ઉઠવા લાગયા છે કેમ કે શહેરમાં ચોરીના બનાવો સતત વધતા જાય છે હાલમાં સુનિલ નગર સોસાયટીમાં બંધ મકાનમાંથી તસ્કરો કુલ મળીને ૩૧ હજારના મુદામાલની ચોરી કરી ગયેલ છે.હળવદ પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે સુનિલનગર સોસાયટીમાં રહેતા શિક્ષક જીગ્નેશભાઈ હરજીવનભાઈ વાઢેરની દાહોદ ખાતે બદલી થયેલ છે જેથી તેનું હળવદમાં મકાન બંધ હતું તેને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાં આવેલા તસ્કરો દ્વારા રોકડા ૨૫ હજાર તેમજ તેલનો ડબ્બો અને એક હોમ થિયેટર એમ કુલ ૩૧ હજારના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને જીગ્નેશભાઈએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે.

પ્રૌઢને ધમકી

હળવદમાં વસંત પાર્ક સોસાયટીમાં રહેતા દામજીભાઈ બચુભાઈ જાટીયા આહીર (ઉંમર ૫૮)એ હીરાભાઈ જુનાગઢ વાળા પાસેથી હળવદની જીઆઇડીસીમાં પ્લોટની ખરીદી કરી હતી જે બાબતનું મનદુખ રાખીને હરીભાઇને દિકરા દિનેશ ઉર્ફે ડીકે દ્વારા મોબાઇલ  ફોન કરીને ફરીયાદી વૃધ્ધના મોબાઇલ    માં ગાળો આપીને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા વૃધ્ધ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરી છે.

ખાંભા : જમીન પચાવી પાડનાર વ્યાજખોરોને ઝડપી પાડતી પોલીસ

ખાંભા પોલીસ સ્ટેશનમાં નાણાં ધીરધાર અધિનિયમની કલમ-૪૦, ૪રએ, ૪રડી મુજબના કામે મજકુર પકડાયેલ આરોપી નકાભાઈ લખમણભાઈ વાવડીયા (ઉ.વ. ૩૮) ધંધો ખેતી રહે. વાંગધ્રા, તા. ખાંભા વાળાએ આજથી ચારેક વર્ષ પહેલા કેશવભાઈ વીરાભાઈ સતાસીયાને વ્યાજે પૈસા આપેલ હોય અને આપેલ રકમના વ્યાજનું વધુ વ્યાજ ચડાવી ફરિયાદીને અવારનવાર રૂબરૂ મળી વ્યાજ સહિતના પૈસાની પઠાણી ઉઘરાણી કરતો હોય અને વ્યાજે આપેલ પૌસના બદલામાં જાનથી મારી નાખવાની ધમકી આપી મૃત્યુનો ભય બતાવી જમીન પોતાના નામે કરાવી લીધેલ હોય અને આ જમીનનો કબ્જો ખાલી કરી આપવા બાબતે ફરિયાદી તથા તેના દીકારને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઆપતો હોવાની ફરિયાદ આપતા તા. ર૪નાં રોજ ગુન્હો આરોપી વિરૂઘ્‌ધ જાહેર થયેલ હતો. ખાંભા પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.સી. સાકરીયા તથા ખાંભા પોલીસ ટીમને મૃત્યુનો ભય બતાવી બળજબરીથી કઢાવી લેવાના તેમજ નાણાં ધીરધારના ગુન્હાના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here