હળવદ : વેપારીનાં પાંચ લાખની ચીલઝડપ કરનાર બે શખ્સો મુદામાલ સાથે ઝડપાયા

0
12
Share
Share

હળવદ, તા.૧૭

હળવદના માર્કેટયાર્ડમાં થોડા દિવસ પહેલા વેપારીની નજર ચૂકવી તેના થેલામાં કાપો મારીને થેલામાંથી રૂા.૫ લાખની ઉઠાંતરી થયાની ઘટના બની હતી. આ ઘટનામાં હળવદ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે સઘન તપાસ ચાલવીને વેપારીની નજર ચૂકવી પાંચ લાખની ઉઠાંતરી કરનાર બે શખ્સોને પાલનપુર પોલીસે ઝડપી લીધા હતા જેથી આ બંને આરોપીઓનો હળવદ પોલીસે કબજો લઈ વધુ તપાસ હાથ ધરતા આ બંને આરોપીની પુછપરછમાં અનેક શખ્સોના નામ ખુલતા તેને ઝડપવા પોલીસે આગળની તપાસ ચાલુ રાખી છે.

હળવદની શિવધારા સોસાયટીમાં રહેતા વેપારી અંબારામ લલીતભાઈ ઠક્કર થોડા દિવસ પહેલા બેંકમાંથી રૂા.૫ લાખ ઉપાડીને આ રકમ થેલામાં ભરીને હળવદ માર્કેટયાર્ડમાં પહોંચ્યા હતા. જોકે તે દિવસે ખેડૂતોની ભીડ હોવાથી આ તકનો લાભ લઈને ગઠીયાઓ વેપારીની નજર ચૂકવી તેમની પાસે રહેલા થેલામાં કાપો મારીને રૂા.૫ લાખની રકમ સેરવીને ફરાર થઈ ગયા હતા. બાદમાં આ બનાવ અંગે વેપારીએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી હળવદ પોલીસે માર્કેટયાર્ડમાં લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓનુ પગેરૂ મેળવવા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી અને રૂા.૫ લાખની ઉઠાંતરી કરનાર બે આરોપીઓ શિવા રણધીર ભાટ, બંસી ઓમપ્રકાશ બાવરીને પાલનપુર પોલીસે બંને આરોપીનો કબ્જો મેળવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ બંને આરોપી પાસેથી હળવદ પોલીસે ચાર લાખ ૧૨ હજારની રોકડ કબ્જે લીધી છે સાથે જ આ ચોરીના ગુનામાં અન્ય એક શખ્સ સંડોવાયો હોય તેને ઝડપી લેવા પી.આઈ. દેકાવાડીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here