હળવદ : વિદેશી દારૂની ૧૮૯ પેટી ભરેલા ટેમ્પો સાથે બે શખ્સો ઝડપાયા

0
18
Share
Share

હળવદ, તા.૧૩

હળવદ તાલુકાના શકિતનગર પાસે આવેલ હોટલ આઈ માતાનાં ગ્રાઉન્ડમાં ગાંધીનગર વિજીલન્સે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં વિવિધ બ્રાન્ડની ઈંગ્લિશ દારૂ પેટી કુલ ૧૮૯ અને ટેમ્પો જપ્ત કર્યો, આ ટેમ્પો બિસ્કીટની બીલટી લઈને રાજકોટ જતો હોવાનુ માલુમ પડ્યું હતુ. ટેમ્પો ચાલક અને કલીનરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર વીજીલન્સ ટીમના મહેન્દ્રસિંહ સોલંકીની બાતમીના આધારે પીઆઈ આર.જી.મહેતા સહિતના સ્ટાફે હળવદના શકિતનગર નજીક આવેલ હોટલ આઈ માતાના ગ્રાઉન્ડમાં છાપો મારતા આ હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલો ટેમ્પો યુપી પાર્સિંગ યુ.પી.૧૪જીટી. ૧૪૮૧ વાળા ટેમ્પામાંથી ૧૮૯ પેટી ઈંગ્લિશ દારૂ વિવિધ બ્રાન્ડની ઝડપી પાડી હતી, જેની કિંમત અને ટેમ્પો તેનો ચાલક અને કલીનરને ઝડપી પાડેલ. હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ શકિતનગર પાસે હોટલ આઈ માતાના ગ્રાઉન્ડમાં ઉભેલી ધ્રાંગધ્રા તરફથી આવેલ ટાટા ટેમ્પો  શંકાસ્પદ જણાતા તેમા તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડ ૧૮૯ પેટી ઝડપી પાડેલ જેથી પોલીસ દ્વારા ટેમ્પો ચાલકને વિવિધ બ્રાન્ડની પેટી કિંમત રૂા.ટેમ્પોની કિંમત રૂા. મળી કુલ લાખના મુદામાલ સાથે બેને ઝડપી લઈ પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જેથી પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપી સહિત આ બન્ને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here