હળવદનો શખ્સ ગાંધીનગરમાંથી રૂા.૯૯.૪૦ લાખની જૂની નોટ સાથે ઝડપાયો

0
26
Share
Share

મોરબી, તા.૨૪

દેશમાંથી કાળુનાણુ બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક જ જાટકે જુની ૫૦૦ અને ૧૦૦૦ની નોટને નોટબંધી કરીને બંધ કરી દેવામાં આવી હતી અને ચોક્કસ સમય સુધી બેંકોમાં જુની નોટ પરત લેવામાં આવી હતી તેમ છતા દેશના જુદાજુદા રાજ્યમાં આજની તારીખે પણ જુની ચલણી નોટ પકડાતી હોય છે. ગઇકાલે ગુજરાત એટીએસની ટીમ દ્વારા મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામ રહેવાસી અને માર્કેટીંગના વ્યવસાય સાથે સંકળાયેલા એકની મનીષ સંઘાણી નામ શખ્સની જુની ૯૯.૪૦ લાખની ચલણી નોટ સાથે ધરપકડ કરી છે.

આ શખ્સને ગાંધીનગરના સેક્ટર ૨૮ ના ગાર્ડન પાસેથી એટીએસની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે અને હાલમાં આ બંધ થઇ ગયેલી એક કરોડની ચલણી નોટ સાથે તે ક્યા જતો હતો અને કોને આપવાની હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here