હળવદઃ શિરાઈ ગામ નજીક કેનાલમાં ન્હાવા પડેલા યુવાનની લાશ મળી

0
16
Share
Share

હળવદ, તા.૨૪

હળવદ તાલુકાના માનસર ગામે રહેતા મેહુલભાઈ હકાભાઈ ડાભી ઉમર વર્ષ.૨૨ નામનો યુવાન અને તેના ચાર-પાંચ મીત્રો ગઈકાલે તાલુકાના શીરોઈ ગામે આવેલ બ્રહ્માણી-૨ ડેમમાં ન્હાવા માટે ગયા હતા. જોકે સાથી મિત્રો ડેમના પાણીમાં ન્હાતા હતા ત્યારે મેહુલ ડેમના ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડુબી ગયો હતો.

જેથી સાથી મીત્રોએ આજુ બાજુના લોકોને બોલાવી સ્થાનિક તરવૈયાઓની મદદથી ડૂબી ગયેલા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે ડેમના પાણીમાં મોડ રાત સુધી શોધખોળ  કરવામાં આવ્યા બાદ અઢી વાગ્યાની આસપાસ યુવાનની લાશને ડેમમાંથી બહાર કાઢવામાં આવી હતી.

જેથી મૃતકની લાશને પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી પીએમ કર્યા બાદ મૃતકની લાશને પરિવારજનોને સોંપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે માનસર ગામના ડાભી પરિવારનો યુવાન દીકરો અકસ્માતે મોતને ભેટતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here